તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બપોરે બાપ સાથે જમ્યા બાદ હેવાને 4 વર્ષની દીકરીને પીંખી, સિવિલમાં 4 કલાક રઝળ્યા પછી સારવાર મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સચિન જીઆઈડીસી શ્રમ વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકીને પિતાના મિત્રએ ચોકલેટ અને નમકીનની લાલચ આપી દોઢ વર્ષના ભાઇની સાથે જ તેના રૂમમાં લઈ ગયો હતો.  જ્યા હવસખોરે બાળકીને ગાલ પર તમાચો મારી મોઢું દબાવી બળાત્કાર કર્યો હતો. આ ઘટના મંગ‌ળવારે બપોરે 11.30 વાગ્યે બની હતી. 
  • અડધો કલાક પછી બાળકી અર્ધ નગ્ન હાલતમાં રડતી રડતી ઘરે આવી હતી. બાળકીએ માતાને ઈશારાથી પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. બાળકીને પ્રાઈવેટ પાર્ટમાં બ્લડીંગ થતું હતું. જેથી માતાએ તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલમાં સારવાર માટે લઈ ગઈ હતી. બાળકીએ આ કૃત્ય બાબતે પિતાના મિત્રનું નામ આપ્યું હતું. 
  • સ્થાનીકોએ નરાધમને મેથીપાક આપી પોલીસને હવાલે કરી દીધો હતો. નરાધમ દારૂના નશામાં હોવાની વાત સામે આવી રહી છે. જો કે પોલીસ આ બાબતે ઈનકાર કરી રહી છે. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ નવી સિવિલમાં દોડી આવ્યા હતા. હવસખોરની બાળકીના પિતા સાથે નોકરી કરતો હોવાથી 5 વર્ષથી મિત્રતા હતી, મંગળવારે સવારે નરાધમ બાળકીના ઘરે આવ્યો હતો અને તેના પિતા સાથે જમ્યો હતો. જમીને નરાધમ ઘરે જવા માટે નીકળ્યો ત્યારે બાળકી બહાર રમતી હતી તે વખતે નરાધમે બાળકીને ચોકલેટ અને નમકીનની લાલચ આપી તેના ઘરે લઈ જઈ બળાત્કાર કર્યો હતો. 
  • બાળકીના ઘરથી 50 મીટરના અંતરમાં આ ઘટના બની હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ ગોપાલ ઓમપ્રકાશ મૌર્ય છે અને તે યુપીનો રહેવાસી છે તેમજ ડ્રાંઈગ મિલમાં મજૂરી કરે છે. સચિન જીઆઈડીસી પોલીસે ફરિયાદ લઈને પોલીસે બળાત્કાર, પોક્સો અને અપહરણની કલમો હેઠળનો ગુનો નોંધ્યો છે અને આરોપીને પણ પોલીસે દબોચી લીધો છે. 
  • ડોક્ટરે પિતાને કહ્યું ‘જે થયુ એ લખીને આપો’
  • સિવિલમાં બાળકીને સારવાર માટે લઈ પહોંચેલી પોલીસે જણાવ્યું હતું કે અમે 2:00 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં બાળકીને લઈ ને આવ્યા. પહેલા ટ્રોમાં સેન્ટરમાં લઈ ગયા ત્યાં પંદર મિનીટ સુધી સીએમઓ જોવા માટે ન આવ્યા પછી અમે અંદર જઈ ફરીથી કહ્યું ત્યારે જોવા આવ્યા અને તેમણે ગાયનેક વોર્ડમાં લઈ જવા માટે કહ્યું ગાયનેક વોર્ડમાં લઈ ગયા ત્યાં પણ કોઈએ સરખો જવાબ આપ્યો ન હતો. ડોક્ટરે પણ બાળકીના પિતાને પહેલા કહ્યું કે બાળકી સાથે જે થયું છે તે તમે લખીને આપો. બાળકીના પિતા ભણેલા નથી તેઓ કેવી રીતે લખીને આપે? ત્યાર બાદ પણ બાળકીને મેડિસીન અને સર્જરી વિભાગ સહિત જુદા જુદા વિભાગોમાં 4 કલાક સુધી રઝડાવવામાં આ‌વી હતી. જેથી બાળકીની સારવાર માટે સાથે આવેલા પોલીસ કર્મચારીઓમાં પણ નારાજગી જોવા મળી હતી.
  • મોડી રાત્રીએ અઢી કલાક સર્જરી ચાલી
  • નવી સિવિલના તબીબએ જણાવ્યું કે બાળકીને પ્રાઈવેટ પાર્ટમાંથી બ્લડીંગ થતું હતું. જેથી અમે  તેને પહેલા ગાયનેક વિભાગમાં સારવાર માટે મોકલી આપી હતી. બાળકીને ગાલ પર તમાચો માર્યો હોવાના નિશાન છે. પ્રાઈવેટ પાર્ટમાંથી વધુ પ્રમાણમાં બ્લડીંગ થતું હતું. જેથી બાળકી સાથે બળાત્કાર થયો હોઈ શકે છે. મોડી રાત્રીએ બાળકી પર સર્જરી કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...