તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અદાણી પોર્ટ પર રૂ. 5 કરોડનું પ્રતિબંધિત રક્તચંદન ઝડપાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સુરતનો વિરપ્પન કોન?  ગેરકાયદે નિકાસની બાતમી મળી હતી
 • એક દાણચોરની ધરપકડ, 12 મેટ્રિક ટન ચંદનનું લાકડુ જપ્ત
સુરત: સુરત ડીઆરઆઇએ દરોડા કરી હજીરાના અદાણી પોર્ટ પરથી એક્સપોર્ટ થવા જઇ રહેલું 5 કરોડનું પ્રતિબંધિત રક્તચંદન ઝડપી પાડ્યું છે. એક કન્ટેનરની તપાસ વેળાં વિદેશ જઈ રહેલુ પ્રતિબંધિત લાકડું અધિકારીઓએ ઝડપી પાડ્યંુ હતું. સમગ્ર કેસમાં હાલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તેને બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરાશે.

મંગળવારના રોજ ડીઆરઆઇ (ડિરેકટોરેકટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) ના ચાર જેટલાં સ્ટાફે હજીરા સ્થિત અદાણી પોર્ટ પર તપાસ શરૂ કરી હતી. ડીઆરઆઇને બાતમી મળી હતી કે કેટલાંક લોકો રક્ત ચંદનની ગેરકાયદે નિકાસ કરી રહ્યા છે. આથી અધિકારીઓએ હજીરાના પોર્ટ પરના કન્ટેનરો ચેક કર્યા હતા. બુધવારે જે માલ એક્સપોર્ટ થનાર હતો તેની ચકાસણી કરાઇ રહી હતી. દરમિયાન એક કન્ટેનરમાંથી 12 મેટ્રિક ટન જેટલો રક્ત ચંદનનો જથ્થો મળ્યો હતો. જેની બજાર કિંમત હાલ 5 કરોડ જેટલી છે. અધિકારીઓએ જથ્થો સિઝ કર્યો હતો અને માલ લઇને આવેલાં એક શખ્શની ધરપકડ કરી હતી.

ડીઆરઆઇના એક નિવૃત અધિકારીએ કહ્યુ કે રક્ત ચંદન એ મોટાભાગે ચેન્નાઇના જંગલ અને આંધ્રના શેશાચલમથી આવે છે. જે ધંધો અગાઉ વિરપ્પન કરતો હતો. તે હાલ કેટલાંક સોફેસ્ટિકેટેડ સ્મગલર કરી રહ્યા છે. આ લાકડુ મોટાભાગે ચાઇના એક્સપોર્ટ થાય છે અને ત્યાં તેમાંથી ફર્નિચર બને છે ઉપરાંત પર્ફયુમ પણ બનાવવામાં આવે છે. ત્યાંથી બધો માલ વિશ્વના અનેક દેશોમાં એક્સપોર્ટ થાય છે. તેઓ કહે છે કે આ લાકડુ બહુ કિંમતી હોય છે અને આથી જ જંગલોનો નાશ કરીને પણ કેટલાંક દાણચોરો તેને મેળવવાનો પ્રયાસ કરે છે આથી જ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પ્રતિબંધ મૂકાયો ત્યારે રક્ત ચંદનનો ભાવ 30 હજાર પ્રતિ ટનનો ભાવ હતો. જ્યારે વિદેશમાં તે 80 હજાર પ્રતિ ટને વેચાતો હતો. નિકાસ પર રોક લાગ્યા બાદ દેશના વિવિધ પોર્ટ પરથી દાણચોરો તેને વિદેશ મોકલવાની ફિરાકમાં હોય છે. આ માટે પોર્ટના સ્થાનિક અધિકારીઓને ફોડવા પ્રયાસ કરાતો હોય છે. પોર્ટ પરના અધિકારીઓ સામે પણ શંકાની સોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો