તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓલપાડના સાયણમાં દારૂની ભઠ્ઠીથી થોડે દૂર ચપ્પુ વડે યુવકને રહેંસી નંખાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂની ભઠ્ઠી નજીક આવેલી ખુલ્લી જગ્યામાંથી યુવકની લાશ મળી - Divya Bhaskar
દારૂની ભઠ્ઠી નજીક આવેલી ખુલ્લી જગ્યામાંથી યુવકની લાશ મળી
  • ડોગ સ્ક્વોડ અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરાઇ

ઓલપાડ:  ઓલપાડ તાલુકાના સાયણ ગામે ગુરૂવારની રાત્રે દલિત સમાજના યુવકનું કોઈ અગમ્ય કારણસર પેટમાં ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. યુવકની હત્યા થવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે. 

 

મુળ મહારાષ્ટ્રનો રહેવાશી સાયણ ગામે છૂટક મજૂરી કરતો  સુનિલ દારૂનો વ્યસની હતો. જેથી સાયણ સુગર ખાતે દારૂ પીવા માટે જતો હોય. રાત્રીના સમયે સાયણ સુગર ફેક્ટરી કંપાઉન્ડની બાજુમાં શિવાજી નગર સોસાયટીની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ અગમ્ય કારણસર દેશી ચપ્પુથી બેરહેમી પૂર્વક પેટના ભાગે ઉપરા છાપરી ઘા મારી પેટ ચીરી નાખ્યુ હતું. કરપીણ હત્યા કરી હત્યા કરવામાં કામે લીધેલા ચપ્પુને ઘટના સ્થળે ફેંકી ભાગી છૂટ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યા થવાની ઘટના બાબતે પૂછતાછ કરતા સુનિલ દારૂ પીવાનો વ્યસની હોય પણ તેની કોઈ સાથે દુશમનાવટ કે અંગત અદાવત ન હતી. હત્યાનું કારણ શોધવું પોલીસ માટે પડકાર રૂપ બન્યું છે. જયારે ઓલપાડ પોલીસે નજીકના કારખાનાઓમાં લગાવેલા સી.સી.ટી.વી કેમેરાઓના ફૂટેજ મેળવી સાથે ડોગ સ્કોર્ડ સહિતની એજન્સીઓની મદદ લઈને તપાશ હાથધરી છે.