તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધાર્થનગર -કરાડવાને જોડતો 1 કિમી લાંબો આરઓબી રૂ. 66 કરોડના ખર્ચે બનશે, હાલ 3 લાખ લોકોને ફાયદો થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે જાહેર બાંધકામ સમિતિમાં મંજુર કરાશે 
  • 7.49 કરોડના ખર્ચે કતારગામ ફાયર સ્ટેશનમાં સ્ટાફ ક્વાટર્સ નિર્માણ કરાશે

સુરતઃ પાલિકા અને સુડા વિસ્તારમાં તૈયાર થઈ રહેલા મિડલ રિંગરોડ પર સિધ્ધાર્થનગર કેનાલ પર સુરત-નવસારી અને કરાડવાને જોડતો મહત્ત્વપૂર્ણ રેલવે આરઓબીની કામગીરી નજીક ના ભવિષ્યમાં હાથ ધરાશે. રૂપિયા 66 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરાશે. સોમવારે મળનારી જાહેર બાંધકામ સમિતિમાં એસ્ટિમેટને મંજુર કરી સામાન્ય સભાને ભલામણ  કરાશે. આ બ્રિજ 989.40 મીટર એટલે કે લગભગ 1 કિ.મી. લંબાઇ નો અને બંને તરફ ત્રણ-ત્રણ લેનનો સાકાર કરાશે. 

 

 

 

સુરત-મુંબઈ મેઇન રેલ્વે લાઈન પર સિદ્ધાર્થનગર કેનાલ પર સુરત-નવસારી મેઇન રોડ અને કરાડવાને જોડતો ઓવર બ્રિજ બનાવવાનું આયોજન છે. જાહેર બાંધકામ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠે એ જણાવ્યું હતું કે, મિડલ રિંગરોડ પર બનતો મહત્ત્વપૂર્ણ રેલવે બ્રિજ છે. સિદ્ધાર્થનગરથી કરાડવા જતાં અને કરાડવાથી પરત સિદ્ધાર્થનગર આવતાં બંને તરફ થ્રી લેન બનશે. રેલવે પોર્સનમાં 74.40 મીટર સ્પાન બનાવવામાં આવશે. આ કામ માટે 66 કરોડનો ગ્રોસ અંદાજ રજુ કરાયા છે તેના પર સમિતિમાં યોગ્ય નિર્ણય લઇ સમાન્ય સભા ને મંજુરી માટે ભલામણ કરાશે.આ ઓવરબ્રિજથી હાલમાં 3 લાખ  લાકોને અવરજવરમાં ફાયદો થશે.  

મિડલ રિંગરોડ પર  સાકાર થનાર આ આરઓબી   તેમજ આવનારા દિવસોમાં ડિંડોલીથી ગોડાદરા માનસરોવર ને જોડતો બ્રિજ પર આવનાર દિવસોમાં હાથ ધરાશે. ચેરમેન સોમનાથ મરાઠે એ વધુમાં કહ્યું હતું કે, સુડા અને પાલિકા બંનેની હદ હોય બંને સંકલન કરી ઝડપી કામગીરી આગળ ધપાવવામાં આવશે. આ બંને બ્રિજો સાકાર થતાં ન્યુસિટી લાઈટ, શ્યામ મંદિર, પાંડેસરા ગણેશનગર, જીઆઈડીસી પાછળ સિદ્ધાર્થનગર નહેર, દેલાડવા થઈ સારોલી સુધી પરિવહનને વેગ મળશે તેથી લોકોને ઘણો લાભ મળશે.  

કતારગામ ફાયર સ્ટેશન ખાતે જુની 3 બિલ્ડીંગમાં એ બ્લોક 30 વર્ષ જુનો છે તેને ઉતારી નવું બિલ્ડીંગ સ્ટાફ ક્વાટર્સ માટે 32,574 ચો.ફૂટ વિસ્તારમાં બનાવાશે, કુલ 36 ક્વાટર્સ સાથે ફાયર વાહન પાર્કિંગ  શેડ તેમજ વર્કશોપ, 2 બીએચકે ના 3 ઓફીસ ક્વાટર્સ, 8 ફાયર ટેન્ડર માટે ફાયર સર્વિસ સ્ટેશન સાકાર કરાશે. 1 લાખ લીટર અન્ડર ગ્રાઉન્ડ પાણી ટાંકી બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...