તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારા અંગત જીવનમાં ડોકિયું કર્યું તો હું તમારા જીવનમાં કરીશ: અલ્પેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ.એસ.ત્રિવેદીને ધમકી
  • મારા ધંધાને અસર કરી તો ગંભીર પરિણામ

સુરત: પોલીસ ધરપકડથી બચવા માટે નાસતા ફરતા અલ્પેશ કથીરિયાએ આજ રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાંચના પીએસઆઇ એમ.એસ.ત્રિવેદીને ધમકી આપી છે. તેનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

સ રદાર,એક માસ વિતવા છતા રજીસ્ટ્રી ડિપાર્ટમેન્ટ કાર્યવાહી નથી કરી એનું મને સહેજ પણ દુ:ખ નથી પરંતુ મારા પરિવાર,મિત્ર મંડળ,ખાસ કરીને જે હું વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું .મારા ધંધાના સ્થળે જે વકીલ મિત્રો છે,મારા પાર્ટનરને હેરાન કરવાનો પ્રયાસ કરી રહી છે સુરતની ક્રાઈમ બ્રાંચ,ખાસ કરીને સુરત ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ત્રિવેદીને હું વિનંતી કરૂ છુ કે સુરત શહેરની પબ્લિક,સુરત શહેરની જનતા,પાસની ટીમ, મારૂ પરિવાર અને ખાસ કરીને મારા ધંધાને અસર કરવાના  કોઇ પણ પ્રકારનો પ્રયત્ન ન કરે.

 

નહીં તો આવનારા દિવસોમાં ગંભીર પરિણાનો ભોગવવા માટે તૈયાર રહે. આ મેસેજથી સુરત પોલીસને પણ મારી વિનંતી છે કે કાયદાકીય રીતે પ્રક્રિયામાં આગળ વધે,કોઈના અંગત જીવનમાં જવા સહેજ પણ ડોકિયું ના કરે, નહીં તો તમારા અંગત જીવનમાં ડોકિયું કરવાનું પણ મને આવડે છે.જય સરદાર,વંદે માતરમ,ભારત માતા કી જય, ઇન્કલાબ જીંદાબાદ.

રાજદ્રોહના ગુનામાં અલ્પેશના જામીન રદ્દ થતા હાઇકોર્ટમા રિવિઝન કરવામા આવી હતી. જેની પર આજે મંગળવારના રોજ સુનાવણી થનાર છે. સુરત સેશન્સ કોર્ટે અલ્પેશના જામીન રદ કરવા અંગેની પોલીસની અરજી મંજૂર કરી હતી. ત્યારબાદથી અલ્પેશ પોલીસ પકડથી દુર છે. બીજી તરફ સેશન્સ કોર્ટના હુકમ સામે અલ્પેશે હાઇકોર્ટમાં અરજી કરી છે.

આ મુદ્દે ક્રાઈમ બ્રાંચના PSI ત્રિવેદીએ કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...