તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતની વડોદમાં પાલિકાની પોકળ કામગીરી, 34 લાખની હોસ્પિટલ સાત વર્ષમાં અને 85 લાખની સ્કૂલ છ વર્ષમાં જ ‘સ્વાહા’

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સ્માર્ટ સિટીનાં બણગાં વચ્ચે સરકારી ઇમારતો જ વેન્ટિલેટર પર, કરોડોનો ખર્ચ છતાં લોકોની સલામતી સામે મોટો પ્રશ્નાર્થ
સુરત: પાલિકામાં સામેલ થયાંના 12  વર્ષે પણ વડોદ, ઉન, ભેસ્તાનના લોકો સુવિદ્યાઓથી વંચિત છે. અહીં કરોડોના ખર્ચે બનાવેલ શાળા, આવાસ, હેલ્થ સેન્ટર નિર્માણ થયાના માત્ર સાત વર્ષની અંદર જ જર્જરિત થઇ ગયા છે. શાળા, હેલ્થ સેન્ટર અને આવાસ જર્જરિત થતાં લોકોની સલામતિ સામે પણ જોખમ ઉભું થયું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ નિર્માણોમાં મોટાપાયે ગેરરિતી થયાના આરોપો સ્થાનિકો લગાવી રહ્યાં છે. નાની-નાની બાબતોમાં ચાર્જ અને દંડ વસુલતી પાલિકાના શાસકો સામે આ તકલાદી બાંધકામ મુદ્દે રજુઆત કરવા છતાં આજ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી કે કૌભાંડીઓ સામે પગલાં ભરાયા નથી.

1) 6 મહિના પહેલાં મેયરે વડોદ આવાસની મુલાકાત લીધી હતી પરંતુ આજ સુધી કાર્યવાહીના નામે મીંડું

વર્ષ 2009-10માં વડોદ હેલ્થ સેન્ટર 34 લાખના ખર્ચે તૈયાર કરાયું હતું. આ બાંધકામ માત્ર 7 વર્ષમાં એટલે કે 2015-16માં જ જર્જરિત થઇ ગયું હતું. હેલ્થ સેન્ટરમાં  પોપડા નીકળવા, સળીયા દેખાવા, બારીઓ તુટી જવી, ટાઇલ્સ ઉખડી જવી અને આખી બિલ્ડીંગમાં તીરાડો દેખાવવા લાગી છે. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી હેલ્થ સેન્ટર કોમ્યુનિટી હોલમાં ચાલી રહ્યું છે.    

વર્ષ 2012-13માં 85 લાખના ખર્ચે નિર્માણ પામેલ વડોદ તથા ભેસ્તાન સરસ્વતી આવાસ 6 વર્ષમાં જ જર્જરિત થઇ ગયું હોઇ  લોકો જીવના જોખમે રહી રહ્યા છે. તાકીદે આવાસમાં રહેતા ગરીબ લોકોને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આવાસમાં મકાનો ફાળવવાની માંગ ઉઠી છે. થોડા દિવસો અગાઉ મેયરે રાઉન્ડ લઇ તપાસના આદેશ પણ આપ્યા હતા. જો કે હજુ સુધી પરિસ્થિતિ જૈસે થેની જ છે.  

વર્ષ 2012-13માં વડોદમાં બનેલી શાળાનં 199 માત્ર પાંચ વર્ષમાં જ જર્જરિત થઇ ગઇ છે. અત્યંત જર્જરિત આ શાળામાં 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બિલ્ડીંગ પાંચ વર્ષના ટૂંકા ગાળામાં જર્જરિત થતાં બાંધકામમાં વપરાયેલા મટીરીયલ સામે શંકા ઉપજી રહી છે.   

ઉન લેકગાર્ડન ગત વર્ષે જ ખુલ્લો મુકાયો હતો. ગાર્ડનની ફરતે બનાવાયેલી કમ્પાઉન્ડ વોલ 6 મહિનામાં જ નમી ગઇ છે. 6 મહિનાની અંદર જ કમ્પાઉન્ડ વોલ તૂટી જતાં બાંધકામમાં ક્ષતિ હોવાનો પ્રશ્ન ઉભો થયો છે.   

આ ખુબ જ ગંભીર બાબત છે. લોકોની સલામતિનો પ્રશ્ન છે. આ તમામ બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાની શંકા છે.પાલિકા કમિશનરને વિિજીલન્સ તપાસની માંગકરી છે. સમગ્ર પ્રકરણની તપાસ ગેરી તથા વીજેઆઇટી પાસે કરાવવાની રજુઆત કરી છે.   ભદ્રેશ પરમાર, નગરસેવક

 • વડોદગામના લોકો છેલ્લાં બે વર્ષથી પાલિકાના શાસકોને સતત ફરિયાદ કરી રહ્યાં છે છતાં તપાસ કેમ કરાતી નથી ?
 • કૌભાંડીઓએ હેલ્થ સેન્ટર અને શાળા અને આવાસના કામમાં ગોબાચારી કરી
 •  હેલ્થ સેન્ટર ખખડધજ થતાં વડોદ કોમ્યુનિટી હોલમાં તેને શિફટ કરવામાં આવ્યું. ઝોનલ ઓફિસર કે  મોટા અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી.
 • 6 મહિના પહેલાં મેયર ડો.જગદીશ પટેલે વડોદ આવાસની મુલાકાત લઇને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું પરંતુ આજ સુધી કોઇ પગલા ભરવામાં આવ્યાં નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો