તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃ કોસાડ આવાસમાં ડિમોલિશન કરવા ગયેલા કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર રાજેશ પરાગ પટેલની એસીબીએ ધરપકડ કરી હતી. રાજેશ પાસેથી 84 લાખથી વધુની અપ્રમાણસર મિલકતો મળી હતી. વર્ષ 2016માં રાજેશ લાંચ લેતા પકડાયો હતો. ત્યારે એસીબીને એક સીડી મળી હતી. જેના આધારે તેની અપ્રમાણસર સંપતિઓની તપાસ શરૂ કરી
હતી. 3 વર્ષ બાદ અપ્રમાણસર મિલકતો મળતા રાજેશ વિરુધ્ધ વધુ એક ગુનો નોંધાયો હતો. વેલ્યુએશનના અંતે રાજેશની આવક કરતાં 84 લાખની વધુ સંપતિ મળી હતી. રાજેશ 2 વર્ષથી કતારગામમાં મદદનીશ ઈજનેર છે અને મહિને 80 હજાર પગાર છે.
વર્ષ 2016માં 25 હજારની લાંચમાં મદદનીશ ઈજનેર પકડાયો હતો
રાંદેર ઝોનમાં 15 ફેબ્રુઆરી 2016માં મદદનીશ ઈજનેર રાજેશ પટેલ 25 હજારની લાંચમાં એસીબીના હાથે પકડાયો હતો. બાંધકામનો અભિપ્રાય આપવા માટે લાંચ માંગી હતી. તે વખતે પાલિકાએ રાજેશ પટેલને સસ્પેન્ડ કરી દીધો હતો.
બરબોધનમાં કરોડોની જમીન
એસીબી તપાસમાં બરબોધન ગામમાં કરોડોની ખેતીની જમીન, જહાંગીરપુરા ર્સ્ટંલિંગ હાઇટ્સમાં ફલેટ, અડાજણ શિવપાર્ક સોસાયટીમાં મકાન, પાલનપોર રાજહંસ એપલમાં પત્નીના નામે ફલેટ તેમજ દુકાનમાં રોકાણ કર્યુ હતું. જેની કિંમત કરોડો છે. તદ્ઉપરાંત બે ફોર વ્હીલ, ટુ વ્હિલર, પોતાના અને પરિવારના બેંક અને પોસ્ટમાં રોકાણ તેમજ એલઆઈસી વગેરેની સંપતિ પણ મળી આવી હતી.
25 હજારની લાંચમાં ઝડપાયો હતો
મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં વર્ષ 15 ફેબ્રુઆરી 2016માં ફરજ બજાવતા રાજેશ પટેલે બાંધકામનો અભિપ્રાય આપવા માટે 25 હજારની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદી રૂપિયા આપવા ન માંગતો હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ આરોપી રાજેશ પટેલને 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતાં. એસીબીમાં રાજેશ પટેલ ઝડપાતા જે તે વખતે પાલિકાએ સસ્પેન્ડ કર્યા હતાં. જો કે છેલ્લા બે વર્ષથી તેઓ કતારગામ ઝોનમાં મદદનીશ ઈજનેર તરીકે ફરી ફરજ બજાવતાં હતાં.
તપાસમાં બેનામી સંપતિ મળી
એસીબીએ લાંચ લેતા ઝડપ્યા બાદ રાજેશ પટેલ વિરૂધ્ધ આવક અને સંપતિની તપાસ હાથ ધરી હતી. એસીબીના એન.ડી.ચૌહાણની તપાસમાં રાજેશ પટેલની સેવા,પગારભથ્થા,મિલકત સ્થાવર અને જંગમની વિગતો મેળવવામાં આવી હતી. આ તમામ કેલ્ક્યુલેશનના અંતે રાજેશ પટેલની આવક કરતાં 84 લાખ 74 હજાર 672ની સંપતિ વધુ મળી આવી હતી. જે ટકાવારીમાં 61.59 ટકા વધુ છે. જેથી તેમની સામે એસીબીએ આવક કરતાં વધુ સંપતિનો કેસ નોંધીને રાજેશ પટેલની ધરપકડ કરી છે.
જમીન, મકાન, વાહનો વસાવ્યાં
રાજેશ પટેલની સંપતિની એસીબીએ કરેલી તપાસમાં બરબોધન ગામમાં લીધેલી ખેતીની જમીન,ફ્લેટ,મકાન,બે ફોર વ્હિલર,ટુ વ્હિલર, પોતાના અને પરિવારના બેંક અને પોસ્ટમાં રોકેલા નાણાં,એલઆઈસી વગેરે સંપતિ મળી આવી હતી. જેનો યોગ્ય ખુલાસો તક મળ્યા બાદ પણ રાજેશ પટેલ કરી શક્યા નહોતા. એસીબીના એસીપી એનપી ગોહિલે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓને સંપતિ લેતા અગાઉ અથવા પછી સરકારમાં જાણ કરવાની હોય જે રાજેશ પટેલે કરી નહોતી.
એસીબીની મદદ કરવા આહ્વાન
એસીબીના એસીપી એનપી ગોહિલે જણાવ્યું હતું કે, રાજેશ પટેલના કેસ સહિત કોઈ પણ અધિકારીની સંપતિ કે લાંચ અંગે જાણ થાય તો વહેલી તકે એસીબીનો સંપર્ક કરી શકાશે. જેથી એસીબીને તપાસમાં સહકાર મળી રહે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.