સુરત / MD ડ્રગ્સ મામલે થયેલી હત્યામાં મૃતકના હત્યારા ભાઈ અલ્તાફ સહિત 6 પકડાયા

આરોપી અલ્તાફની ફાઈલ તસવીર
આરોપી અલ્તાફની ફાઈલ તસવીર

  • ડિંડોલી પોલીસે આરોપીને ઝડપી પાડી રાંદેરના હવાલે કર્યો

Divyabhaskar.com

Nov 17, 2019, 10:25 AM IST
સુરતઃ એમ.ડી.ડ્રગ્સનો વેપલો કરતા અલ્તાફએ તેના જમાઈ અને પન્ટરો સાથે મળીને નાનાભાઈની હત્યા કરી નાખી હતી. આ હત્યામાં રાંદેર પોલીસે અલ્તાફ સહિત 6 જણાની ધરપકડ કરી છે. અગાઉ પોલીસે ચાર હત્યારાઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. અત્યાર સુધીમાં 10 હત્યારાઓ પકડાયા છે. રાંદેર વિસ્તારમાં એમ.ડી.ડ્રગ્સનો અલ્તાફ તેના પન્ટરો સાથે વેપલો કરતો હતો, જેમાં તેને શંકા એવી હતી કે તેનો નાનો ભાઈ આરીફ સૈયદ પોલીસને ડ્રગ્સની બાતમી આપી હતી. જેના કારણે તેનો ધંધો બંધ થયો હતો. આજ કારણે મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી હતી. હત્યાના ગુનામાં ડિંડોલી વિસ્તારમાંથી ડિંડોલી પોલીસે મૃતકના હત્યારાભાઈ અલ્તાફ સૈયદને પકડી પાડી રાંદેર પોલીસને સૌપી દીધો હતો. ઉપરાંત અન્ય હત્યારાઓમાં રાસીદખાન પઠાણ, અલ્લારખા બરફવાલા, સાહિલ સૈયદ, શમશેર પઠાણ અને ઈસ્માઇલ શેખની ધરપકડ કરી છે. અગાઉ હત્યારા મોહમદ તૂફેલ, જહાંગીરખાન બ્લોચ, સલમાન શેખ તથા અલતાફનો જમાઈ ફરહાદ ગલિયારાની ધરપકડ કરી હતી.
X
આરોપી અલ્તાફની ફાઈલ તસવીરઆરોપી અલ્તાફની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી