સુરત / 51મી K-9 વજ્ર હોવિત્ઝર ટેન્ક રાષ્ટ્રને અર્પણ, રાજનાથ સિંહે કહ્યું, ભારતને હવે ડિફેન્સ સેક્ટર તરીકે વિકસાવીશું

કે-9 વજ્ર હોવિત્ઝર ટેન્કમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે અંદર બેસી નિરીક્ષણ કર્યું

  • કે-9 વજ્ર હોવિત્ઝર ટેન્કમાં મજબૂત અને આત્મનિર્ભર ભારત નજર આવ્યું: રાજનાથ સિંહ
  • આર્મડ સિસ્ટમસ કોમ્પલેક્ષ નવા ભારતના નવા વિચારનું એક સશક્ત ઉદાહરણઃ રાજનાથ સિંહ

Divyabhaskar.com

Jan 16, 2020, 05:11 PM IST

સુરતઃ આજે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ એલ એન્ડ ટી હજીરા ખાતે પહોંચ્યા હતા અને 51મી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) રાષ્ટ્રને અર્પણ કરી હતી. દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પ્રાઇવેટ સેક્ટરમાં આર્મડ સિસ્ટમસ કોમ્પલેક્ષ નવા ભારતના નવા વિચારનું એક સશક્ત ઉદાહરણ છે. મેક ઈન ઈન્ડિયાએ હવે એક વાસ્તવિક આકાર લેવાનું શરૂ કરી દીધું છે. ભારત રક્ષા ક્ષેત્રમાં આત્મ નિર્ભરતા પર આગળ વધી રહ્યું છે. આઝાદ ભારતમાં ઘણા વર્ષો બાદ ડિફેન્સ મેન્યુફેક્ચરીંગમાં પ્રાઈવેટ સેક્ટર અંતર્ગત એક પરિણામ હાંસલ કર્યું છે. પહેલાં પ્રાઈવેટ સેક્ટર પર કોઈએ વિચાર્યુ ન હતું, વિચાર્યું હોય તો તેને અનુમતિ અને પ્રોત્સાહન મળ્યું ન હતું. જેથી ઈન્ડિયન ડિફેન્સ ઈન્ડસ્ટ્રી ભૂતકાળમાં પોતાના કામ પ્રમાણે પ્રોસેસ ન કરી શકી અને દેશ ઈમ્પોર્ટેડ આર્મડ પર સતત આગળ વધતી ગઈ. હવે સરકારે આ અંગે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત કામ કર્યું છે. ભારતને હવે ડિફેન્સ સેક્ટર તરીકે વિકસાવીશું.

ભારત પોતાના પગ પર ઉભું થઈ રહ્યું છેઃ રાજનાથ સિંહ

વધુમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, નેશનલ સેક્યુરિટીમાં પ્રાઈવેટ સેક્ટરની પણ અગત્યની ભૂમિકા રહી છે. કે-9 વજ્રમાં મજબૂત અને આત્મનિર્ભર ભારત નજર આવ્યું છે. ભારત પોતાના પગ પર ઉભું થઈ રહ્યું છે. હજીરા એલ એન્ડ ટી ખાતે પ્રાઇવેટ સેક્ટર આર્મડ સિસ્ટમસ કોમ્પલેક્ષે વિશ્વના ટોપ-5માં આર્મડ મેન્યુફેક્ચરીંગમાં આવી ગયું છે. ગર્વની વાત એ છે કે, આ ભારતની કંપની બનાવી રહી છે. 51 ટેન્કને સમયથી પહેલા સેનાને સમર્પિત કરી દેવામાં આવ્યા છે. કે-9 વજ્રમાં 80 ટકા ભારતમાં નિર્મિત પાર્ટ્સ છે. 12 હજાર લોકોને પ્રત્યક્ષ રીતે રોજગાર આપે છે. ડિફેન્સમાં ભારતને દુનિયામાં હબ બનાવવા માટે મહેનતની જરૂરિયાત છે. જે પણ સમસ્યા અને વાતો છે તે લઈ તમામ રોડ બ્લોકને દૂર કરીશું. આશા છે દેશ નવો મુકામ હાંસલ કરશે. એક તરફ તાપી નદી અને બીજી તરફ સમૃદ્રનો આશીર્વાદ તમને મળતો રહે.

ડિફેન્સ ક્ષેત્રને FDIમાં સ્થાન આપ્યું: રાજનાથ સિંહ

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારત બાદ પ્રાઇવેટ સેકટર સાથે મળી સૌથી સારું પ્રોજેકટ કરવામાં આવ્યું છે. જે અંગે ક્યારે વિચારયું નહીં અને જે લોકોએ વિચાર્યુ તેઓને અનુમતિ નહીં મળી. અમે વિશ્વનું સૌથી મોટુ આર્મડ સેક્ટર બને તે માટે વિચાર્યું છે. આર્મ્સ એરો સ્પેસમાં વર્ષ 2025 સુધી 26 બિલિયાન ડોલરનું લક્ષ્ય અને 2 લાખને રોજગાર આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રાઇવેટ સેકટર અને ગવર્મેન્ટ સેક્ટર મળી કામ કરે છે. ડિફેન્સ લાઈસન્સને સરળ કરવામાં આવ્યાં હતાં. ડિફેન્સ ક્ષેત્રને FDIમાં સ્થાન આપ્યું છે.

નેશનલ સિક્યુરિટીમાં પ્રાઇવેટ મદદ મળી શકે તે સાબિત કર્યું: રાજનાથ સિં

વધુમાં જણાવ્યું હતું કે, બે ડિફેન્સ કોરિડોર સ્થાપિત કરવામાં આવ્યાં છે. 2019-24 વર્ષમાં 5 હજાર કોમ્પોન્ટ ભારતમાં સ્થાપિત કરવાનો લક્ષ્ય છે. મંત્રાલય દ્વારા ડિફેન્સ ઇન્વેસ્ટર્સ સેલની સ્થાપના કરી છે. નેશનલ સિક્યુરિટીમાં પ્રાઇવેટ મદદ મળી શકે તે સાબિત કર્યું છે.

51 કે-9 વજ્ર હોવિત્ઝર ગન રાષ્ટ્રને અર્પણ

મેક ઈન ઈન્ડિયા અંતર્ગત હજીરા સ્થિત એલ એન્ડ ટીએ ઓગષ્ટ-18માં નિર્માણ કરાયેલી કે-9 વજ્ર હોવિત્ઝર ટોપ જેવી વધુ 90 ગન આવનારા વર્ષોમાં તૈયાર કરીને રાષ્ટ્રને અર્પણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે તા.19મી જાન્યુઆરી 2019ના રોજ હજીરા એલ એન્ડ ટી ખાતે પ્રથમ વખત કોઇ પ્રાઇવેટ સેક્ટરમાં આર્મડ સિસ્ટમસ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવામાં આવ્યું હતું. આજે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ એલ એન્ડ ટી હજીરા ખાતે પહોંચ્યા હતા અને 51મી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક)ને રાષ્ટ્રને અર્પણ કરી હતી.

કે-9 વજ્ર હોવિત્ઝર ગન આર્મીને અર્પણ

એલ એન્ડ ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વર્ષ 2018માં કુલ 100 ગન બનાવવા માટે કરાર થયા હતા. જેમાંથી કુલ 10 જેટલી ગન 2018માં તૈયારી કરીને તેનું રાજસ્થાન, જેસલમેર તથા જોધપુરમાં પરિક્ષણ થયા બાદ આર્મીને અર્પણ પણ કરવામાં આવી છે. કરાર પ્રમાણે વધુ 90 ગન બનાવવાની તૈયારી વર્ષ 2018થી શરૂ કરાયું હતું. જે સપ્ટેમ્બર 2019 સુધીમાં તૈયાર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. આ કે-9 વજ્ર હોવિત્ઝર ગનના કેટલાંક પાર્ટનું એલ એન્ડ ટીના સ્પેશિયલ આર્મડ સિસ્ટમ કોમ્પલેક્ષમાં નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આજે ગુરૂવારે 51મી ગન રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે એલ એન્ડ ટીમાં કે-9 વજ્ર હોવિત્ઝર ગન રાષ્ટ્રને અર્પણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ ગન બનાવવા માટે દક્ષિણ કોરીયા સાથે થયેલા કરાર આધારિત તેમાં એલ એન્ડ ટી પણ સહયોગ કરી રહી છે.

43 કિમી દૂર સુધી નિશાન

કે-9 વજ્ર હોવિત્ઝર ગન દ્વારા 47 કિલોના ગોળાને 43 કિમી દૂર સુધી ફાયર કરી શકાશે. ગોળાને લક્ષ્યથી 10 મીટર સુધી વાળી શકાશે. 50 ટન વજનની એક ગન 70 કિમીની સ્પીડે ગતિ કરી શકે છે.

કે-9 વજ્ર હોવિત્ઝર ગનમાં કુલ 13 હજાર પાર્ટ‌્સ છે

દ. કોરીયા સાથે એલ એન્ડ ટીએ આ ગનનો પ્રોગામ ડિઝાઇન કર્યો છે. કે9 વજ્ર હોવિત્ઝર ગનમાં કુલ 13 હજાર પાર્ટસ છે. જેને એલ એન્ડ ટીની 5 પ્લાન્ટ્સ સહિત કુલ 400 એસએમઇ કંપનીઓ તૈયાર કરે છે. એલ એન્ડ ટીના કુલ 9 પ્લાન્ટ છે છતાં 4500 કરોડના હાન્વ્યા ટેકનોલોજી સાથે થયેલા કરાર આધારિત વધુ 90 ગન બનાવવા પ્રાઇવેટ સેક્ટરમાં પ્રથમ આર્મડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે.10 ગનનું સપ્ટેમ્બરમાં આર્મીને લોકાર્પણ બાદ ફેઇઝ-2માં ગનનું ઉત્પાદન શરૂ થઇ ચૂકયું છે. આ કોમ્પ્લેક્સમાં 13 હજાર પાર્ટસ અને સ્ટીલની પ્લેટ્સ એક છેડેથી અંદર આવે છે અને બીજા છેડેથી એસેમ્બલ થઇને કોમ્પ્લેક્સની બહાર નીકળે છે.

કે-9 વજ્ર ટેન્કની વિશેષતા

  • 50 કિમી સુધીનું લક્ષ્યનું નિશાન બનાવી શકે છે
  • ઓપરેશનલ રેન્જ 480 કિમીની છે
  • 15 સેકન્ડમાં 3 ગોળા ફેંકી શકે છે
  • અગાઉની બોફોર્સ તો એક્શનમાં આવતા પહેલા પાછળ જતી હતી પણ આ ઓટોમેટીક છે
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી