તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 419 People, Including Those From Outside Surat, Will Appear In The Home Coronel, If Action Is Taken: Municipal Commissioner

સુરતમાં બહારથી આવેલા સહિતના 419 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં, બહાર દેખાશે તો પગલાં લેવાશેઃપાલિકા કમિશનર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કોરોના સામે સાવચેતી અંગે નિવેદન આપ્યું હતું. - Divya Bhaskar
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કોરોના સામે સાવચેતી અંગે નિવેદન આપ્યું હતું.
  • ક્વોરેન્ટાઈન બહાર દેખાશે તો પગલાં લેવાશે-કમિશનર
  • જાહેરમાં ન થૂંકનારા પાસેથી 3 લાખથી વધુનો દંડ લેવાયો

સુરતઃ કોરોના વાઈરસને લઈને પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ નિવેદન જાહેર કર્યું હતું. શહેરમાં હાલ 419 લોકો જે બહારના દેશમાંથી આવ્યા છે કે સ્થાનિક શંકાસ્પદ સંક્રમિત છે તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં હોવાનું કહેતા આ કોરોન્ટાઈલ હેઠળ રહેલા લોકો જો બહાર ફરતાં દેખાશે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે સાથે જ તેમને ક્વોરેન્ટાઈન પાલિકા દ્વારા ઉભા કરાયેલા ક્વોરેન્ટાઈનમાં દાખલ કરવામાં આવશે તેમ કમિશનરે વધુમાં જણાવ્યું હતું.

તકેદારી રાખવા અપીલ
કમિશનરે હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિ માટે અલગ જ નિયમો હોય તેમ તેમના માટેનું ભોજન,વાસણ,કપડા સહિત રહેવાનું પણ અલાયદું રાખવાની વાત કરી હતી. આ હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિઓની પણ નિયમિત તપાસ કરવામાં આવતી હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું. જાહેરમાં થૂંકનારા પાસેથી 3 લાખ કરતાં વધુ દંડ વસૂલાયાનું ઉમેરતા કમિશનરે કહ્યું કે આ પ્રકારની ટેવમાંથી આપણે મુક્ત થઈએ અને શક્ય તેટલી સાવચેતી અને તકેદારી રાખીએ એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...