ટોલ આંદોલનને સ્વરાજ આશ્રમ સહિત 40 સહકારી સંસ્થા, 20 ટ્રસ્ટનું સમર્થન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સમગ્ર જિલ્લામાંથી સમર્થન મેળવી પ્રજાનો અવાજ કલેક્ટર સમક્ષ મુકાશે

સુરતઃ ભાટિયા ટોલનાકે સ્થાનિકો પાસે વસુલવામાં આવતા ટોલ સામે આંદોલને ચડેલી ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિને સમગ્ર જિલ્લામાંથી સમર્થન મળી રહ્યું છે. સમગ્ર જિલ્લામાંથી મહત્તમ સમર્થન મેળવી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી લોક લાગણી મુકવામાં આવશે. ટોલટેક્સમાં સંપૂર્ણ મુક્તિ માટે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમના પ્રમુખ  ભીખાભાઇ ઝવેરભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાઓએ પત્ર મોકલ્યો આ ઉપરાંત સુરત શહેર પત્રકાર સંઘ, શ્રી સરદાર બારડોલી તાલુકા ખેડૂત સહકારી ખરીદ-વેચાણ મંડળી લી,ધી બરબોધન વિવિધ સેવા કાર્યકરી સહકારી મંડળી લી., ધી પીંજરત સેવા સહકારી મંડળી લી., ધી કોસાડ ગ્રૂપ કો.ઓ.કોટન સેલ સોસાયટી લી., ધી પાલ ગ્રૂપ કો.ઓ.કોટન સેલ સોસાયટી લી., ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ.સ્પીનિંગ મિલ્સ લી.,ધી તળાદ ગ્રૂપ કો.ઓ.કોટન સેલ સોસાયટી લી., ધી જહાંગીરપુરા ગ્રૂપ કો.ઓ.કોટન સેલ સોસાયટી લી., ધી મઢી વિભાગ ખેડૂત સંગઠન , બારડોલી, ધી ભણથારા વિભાગ પિયત સહકારી મંડળી લી., ધી અંભેટા ગ્રૂપ સેવા સહકારી મંડળી લીમિટેડ, અંભેટા, શ્રી સિધ્ધ સોમેશ્વર કુંદિયાણા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળી લી. સહિતની 40 સંસ્થાઓ દ્વારા પણ સંઘર્ષ સમિતિને પત્ર પાઠવી ટેકો જાહેર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત પણ યુવા વિકાસ ટ્રસ્ટ દિપલી ગામ,ભીમરાડ ગામ યુવા વિકાસ ટ્રસ્ટ, સાઈ યુવક મંડળ ટ્રસ્ટ, ખજોડ, ડુંડી યુવક મંડળ ટ્રસ્ટ, ડુંડી(વડોદ), ગભેણી યુવક મંડળ(સુચિત), હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ, આસ્તિક યુવક મંડળ ટ્રસ્ટ, ભાટપોર, વિદ્યનેશ્વર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, સમસ્ત ખજોદ ગામ વિકાસ સમિતી, યુવા વિકાસ ટ્રસ્ટ, ભેસ્તાન ગામ સહિત વિવિધ સંસ્થાઓએ પત્ર મોકલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...