તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાડોશીના ઘરમાંથી રડતી હાલતમાં મળી આવેલી 2 વર્ષની દીકરીના ગુપ્તાંગ પાસેથી ઇજા મળતા પરિવાર દોડતું થયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માતાએ તપાસ કરતા ગુપ્તાંગના ભાગે ઈજાઓ મળતા દુષ્કર્મની આશંકા
  • પરિવારે તબીબી અભિપ્રાય બાદ પોલીસ ફરિયાદ કરવાની વાત જણાવી

સુરતઃ સરથાણા વિસ્તારમાં પાડોશીના ઘરમાંથી રડતી હાલતમાં મળી આવેલી 2 વર્ષની દીકરીના ગુપ્તાંગ પાસેથી ઇજા મળી આવતા શ્રમજીવી પરિવાર દોડતું થઈ ગયું છે. રવિવારની મોડી સાંજે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલી માસૂમ બાળકી પર દુષ્કર્મ કરાયું હોવાની આશંકાને લઈ પરિવારે તબીબી અભિપ્રાય બાદ પોલીસ ફરિયાદ કરવાની વાત જણાવી છે. શનિવારની રાત્રે પાડોશી યુવાન બાળકીને રમાડવા લઈ ગયા બાદ દીકરી રડતી હોવાના અવાજને લઈ માતા ઘરે લઈ આવી હતી. જોકે, માસૂમ બાળકી પોતાની માસૂમતાના ઇશારાથી ગુપ્તાંગ અને પેટને વારંવાર પકડી કંઈ કહેવાનો પ્રયાસ કરતી હોવાથી માતાની તપાસમાં ઇજા મળી આવી હતી. હાલ આ મુદ્દે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

બાળકીનું એમએલસી કેસ સાથે તબીબી પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું
સરથાણા યોગીચોક નજીક સેંટીંગના કામ સાથે જોડાયેલો શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં એકની એક બે વર્ષની દીકરી છે. શનિવારે રાત્રે બાળકીને માતા પાડોશીના ઘરમાંથી રડતી હોવાથી ઘરે લઈને આવી હતી. દરમિયાન બાળકીના ગુપ્તાંગ પાસે ઈજાના નિશાન મળી આવ્યા હતા. જેથી માતા પૂછવા જતા પાડોશી પરિવાર ઈજા બાબતે અજાણ હોવાનું જણાવી રહ્યો હતો. બાળકીના ગુપ્તાંગ પાસે ઈજાના કારણે ચિંતિત પરિવાર ખાનગી ડોક્ટર પાસે લઈ જવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. ત્યારબાદ પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને બાળકીનું એમએલસી કેસ સાથે તબીબી પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં સિવિલ હોસ્પિટલથી બાળકી દાખલ કરાઈ હોવાની જાણ કરાઈ છે અને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો