રહસ્ય / અમેરિકામાં ઓલપાડના 19 વર્ષીય યુવાનની ગોળી મારીને હત્યા, લૂંટના ઈરાદે હત્યાની આશંકા

મૃતદેહ મળ્યો તે સ્થળ અને મૃતકની ફાઈલ તસવીર
મૃતદેહ મળ્યો તે સ્થળ અને મૃતકની ફાઈલ તસવીર
પોલીસને મળી આવેલા એક વીડિયો લાલ કલરની કાર કેદ થઈ, આ કારમાં આરોપીઓ હોવાનું અનુમાન છે
પોલીસને મળી આવેલા એક વીડિયો લાલ કલરની કાર કેદ થઈ, આ કારમાં આરોપીઓ હોવાનું અનુમાન છે

  • જય પટેલની હત્યામાં હજી પોલીસે કોઇની ધરપકડ કરી નથી
  • મૃતક જય નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો વિદ્યાર્થી હતો

Divyabhaskar.com

Oct 10, 2019, 04:20 PM IST

સુરત: અમેરિકામાં મૂળ ઓલપાડના યુવાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ગત રોજ મૂળ સુરતનાં 19 વર્ષનાં જય ચન્દ્રકાન્ત પટેલની લાશ ગોળી મારી દેવાયેલી હાલતમાં મળી હતી. પોલીસને આ ઘટના સાથે સંકળાયેલા સીસીટીવી ફૂટેજ મળ્યાં છે. પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટના ઈરાદે જયને ગોળી મારીને તેની લાશને અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવી હોવાની શંકા છે.

છાતીમાં ગોળી મારીને હત્યા કરી

સુરતના ઓલપાડ તાલુકના મુળદ ગામનો જય ચંદ્રકાન્ત પટેલ છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહે છે. તેમનો દીકરો જય પટેલ નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો વિદ્યાર્થી હતો. ગત રોજ જયની છાતીમાં ગોળી મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાદ તેનાં મૃતદેહને કારમાં લઈ જઈ ફ્લોરલ પાર્ક કે તે જ્યાં રહે છે તેની પાસે ફેંકી દીધો હતો. આ સમયે પોતાના ડોગ્સ સાથે વોક પર નીકળેલી મહિલાએ લાલ રંગની ટોયોટા કારમાંથી જયનો મૃતદેહ ફેંકતા જોઇ હતી. પોલીસને આ ઘટનાનો એક વીડિયો પણ મળી આવ્યો છે. જેમાં આરોપીઓએ લાલ કલરની કારમાં આવ્યા હોવાનું અનુમાન છે. હાલ તો આ ઘટનામાં પોલીસે કોઇની ધરપકડ કરી નથી અને નિવેદનો લઈ રહી છે. સાથે જ સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

X
મૃતદેહ મળ્યો તે સ્થળ અને મૃતકની ફાઈલ તસવીરમૃતદેહ મળ્યો તે સ્થળ અને મૃતકની ફાઈલ તસવીર
પોલીસને મળી આવેલા એક વીડિયો લાલ કલરની કાર કેદ થઈ, આ કારમાં આરોપીઓ હોવાનું અનુમાન છેપોલીસને મળી આવેલા એક વીડિયો લાલ કલરની કાર કેદ થઈ, આ કારમાં આરોપીઓ હોવાનું અનુમાન છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી