તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમલગ્ન બાદ છૂટાછેડાના કેસની વકીલની ફી ભરવા ચેઈન સ્નેચીંગ કરતો આરોપી ઝડપાતા 14 ગુના ઉકેલાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસે ચેઈન સ્નેચીંગ કરતાં રીઢા આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
પોલીસે ચેઈન સ્નેચીંગ કરતાં રીઢા આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
 • ટોપી બેલ્ટના ધંધામાં મંદી આવતાં ચેઈનસ્નેચીંગ શરૂ કર્યું હતું
 • બાઈક સસ્તામાં ખરીદીને સાગરીતો સાથે ચેઈનસ્નેચીંગ કરતો

સુરતઃ પ્રેમલગ્ન બાદ પત્ની સાથે અણબનાવ બનતાં છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો વકીલની ફી ભરવા માટે ટોપી અને બેલ્ટના ધંધામાં મંદી હોવાથી વેપારીએ ચેઈન સ્નેચીંગ કરવાનું શરૂ કર્યું હતું. ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપી લઈને 14 ગુનાનો ભેદ ઉકલ્યો હતો. જેમાંથી 3 કેસ તો ચેઈન સ્નેચીંગના છે.

મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો
પોલીસે બાતમીના આધારે પાંડેસરા વેલકમ પાન સેન્ટર પરથી સમીર છોટુ ભાઈદાણી (ઉ.વ.આ.27)ના રહે સી-2,દમયંતિ ટેરેસ કરીમાબાદ સોસાયટી ઘોડદોડ રોડનાને સોનાની ચેઈન,મંગળસુત્ર,બાઈક સહિત કુલ 2 લાખ 21 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જેમાં 3 ચેઈન સ્નેચીંગ સહિત કુલ 14 ગુનાના ભેદ ઉકેલાયા હતાં. 

છૂટાછેડા માટે ચેઈનસ્નેચીંગ કરતો
આરોપી સમીરએ પોલીસ પુછપરછમાં જણાવ્યુંહતું કે પોતે ટોપી તથા પટ્ટાનો વેપાર કરતો જો કે તે ધંધામાં મંદી ચાલતી હોય અને પ્રેમલગ્ન કરનાર પત્નીને છૂટાછેડા આપવા માટે કોર્ટમાં ચાલતા કેસની વકીલની ફી ભરવા માટે થઈને ચેઈન સ્નેચીંગ કરી રૂપિયા મેળવવાનું નક્કી કર્યું હતું. 

સસ્તામાં બાઈક ખરીદી કરતાં હતાં
આરોપી સમીર સસ્તા ભાવે મોટર સાઈકલની ખરીદી કરીને પછી સાગરીતો ચીનો તથા બંગાળી સાથે મળીને ચેઈન સ્નેચીંગ કરતાં હતાં. ચેઈન સ્નેચીંગ કર્યા બાદ તુરંત બધા છૂટા પડી જતા અને રાત્રિના સમયે ભેગા થઈને ભાગ બટ્ટાઈ કરી લેતા હતાં. સમીરની અગાઉ પ્રોહિબિશન તથા પાસા અને તડીપાર પણ કરવામાં આવ્યો છે. આરોપી 14 ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો