ડભોલી વિસ્તારમાંથી 13 વર્ષિય કિશોરીનું અપહરણ થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્યૂશનથી પરત ફરતા અપહરણ થયું
  • બે યુવકો પર અપહરણની આશંકા

સુરતઃ ડભોલી વિસ્તારમાંથી એક 13 વર્ષિય કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયદા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પોલીસે બે યુવકો પર આશંકાના આધારે અપહરણની ફરિયદા નોંધી તપાસ હાથ ધરી છે.

પરિવારે સોશિયલ મીડિયોનો સહારો લીધો

મૂળ ભાવનગરના ડભોલી વિસ્તારમાં આવેલા બાલાજી સોસાયટીમાં સરદાર નગરમાં રહેતા રાજેશભાઈ સાકરીયાની પુત્રી ફેની 13 વર્ષની છે. ગત રોજ ટ્યૂશનેથી પરત ઘરે ફરી નહતી. જેથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે, ફેની ન મળી આવાત તપાસ કરતા બે યુવકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાની લારી ચલાવતો દિનેશ અને એક બસ કંડક્ટર યુવાને અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે સીસીટીવીની તપાસની સાથે શોધખોળ હાથ ધરી છે.