તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોને ન્યુટ્રિશનની માહિતી આપતો દેશનો પ્રથમ થીમ પાર્ક આકર્ષણનું કેન્દ્ર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રાયલ બેઝ પર ચાલુ કર્યો છતાં બે મહિનામાં 15 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા
 • SOU પછી પ્રવાસીઓમાં સૌથી વધુ આકર્ષણ જમાવતો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક : ગરુડેશ્વર તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકોને મફત વિઝીટ

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 20 હજાર સ્કેરફૂટમાં વિકસાવેલો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક હાલ પ્રવાસીઓનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. હાલ તેને ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યો છે. છતાં  15 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાઈ ચુક્યા છે. બાળકો જંકફૂડના ખોરાક સામે ન્યુટ્રિશનની માહિતી અપાતું આ થીમ પાર્ક ભારતનો પ્રથમ પાર્ક છે. ગરુડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના 5000 થી વધુ બાળકોને મફતમાં પાર્કની મુલાકાત લઈ ચૂક્યા છે. ચિલ્ડ્રન પાર્કનું મેન્જમેન્ટ કરતા પ્રતીક માથુરે જણાવ્યું હતું કે, આ પાર્ક અનોખો થીમ પાર્ક છે. જેનો મુખ્ય ઉદ્દેશ ‘સહી પોષણ દેશ રોશન’ની થીમ પર રહેલો છે. બાળકોને તંદુરસ્ત આહાર અને ગુણવત્તાયુક્ત પોષણ અંગે મહત્વપૂર્ણ માહિતી અહીંથી આપવામાં આવે છે. સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન ટેક્નોલોજીથી સમૃદ્ધ પ્રદર્શનો પણ યોજવામાં આવે છે. આ અનોખો થીમ પાર્ક ભારતમાં પહેલો પાર્ક હશે. તે માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના બાળકો અને માતા-પિતાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

ગરુડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના 5000 બાળકોને ન્યુટ્રિશન વિશે માહિતી અપાઈ
નર્મદા જિલ્લો એસ્પિરેશન ડિસ્ટિક જાહેર કરાયો છે. અહીંયા બાળકોમાં કુપોષણનું પ્રમમાણ વધુ છે. જેથી પૌષ્ટિક ચીજવસ્તુની સમજ મળે તે માટે ગરુડેશ્વર તાલુકાની તમામ પ્રાથમિક શાળાના 5000થી વધુ બાળકોને મફતમાં નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તા અને જિલ્લા પંચાયત નર્મદા ડીડીઓ ડો.જીન્સી વિલિયમ્સ દ્વારા ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બતાવવામાં આવી રહ્યો છે. જેનાથી તેમને કઈ વસ્તુ ખાવી કઈ વસ્તુ ન ખાવી તેની ખબર પડે. અને બાળકોમાં યોગ્ય સમજ કેળવાય.

પાર્કનું મુખ્ય આકર્ષણ
આ પાર્કમાં મુખ્ય આકર્ષણ તેની ન્યુટ્રિ ટ્રેઇન છે. જે 600 મીટર લાંબા ટ્રેક પર દોડી રહી છે. આ ટ્રેન બાળકોને વિવિધ સ્ટેશનોની સફર કરાવે છે. આ સ્ટેશન્સ પોષણના આવશ્યક તત્વોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રેન પાંચ સ્ટેશનનો પર જાય છે. જેમાં પૌષ્ટિક અહાર, શાકભાજી, ફળની માહિતી આપવામાં આવે છે. બીજું દૂધ, ત્રીજું ઘરની રસોઈ, ચોથું પાણીનું મહત્વ અને રમત ગમત સાથે ગેમઝોન બાળકો માટે હોટ ફેવરિટ બન્યા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો