તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પબજીના બંધાણી થયેલા 12 જેટલા બાળકોને પોલીસે ઝડપી પાડતા દોડધામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકો ભેગા મળી પબજી ગેમ રમતા હતા - Divya Bhaskar
બાળકો ભેગા મળી પબજી ગેમ રમતા હતા
  • રાજપીપલા ટાઉન પીઆઈ એ સમજાવી મુક્ત કર્યા

રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં  હજુ પણ કેટલાક.યુવાનો અને સગીરો પબજી ગેમ ના બંધારણી બની ગયા છે. જોકે સરકારે આ ગેમ પર બેન્ડ મારી દીધી હોય છતાં બાળકો હજુ રમવાના છોડતા નથી.શેરી મહોલ્લામાં સોસાયટી ના એક ભાગમાં બેસીને આ બાળકો, સગીરો,યુવાનો ટોળે વળી ને પબજી રમતા હોય છે. જે બાબત ની રાજપીપલા ટાઉન પીઆઇ આર.એન.રાઠવાને માહિતી મળતા જેમણે પોલીસ ની ટીમો દોડાવી તો કાછિયાવાડ માંથી 5 યુવાનો, રાજેન્દ્ર સોસાયટી 3. સંતોશ ચોકડી પાસે 4  આમ 12 જેટલા યુવાનો પબજી રમતા ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે આ યુવાનો ને ઝડપી તેમના મોબાઇલ પણ જપ્ત કરી લીધા હતા.

પોલીસની કામગીરીથી વાલીઓ ખુશ
પોલીસે પબજી રમતા 12 યુવાનો ને ઝડપી પાડતા જેમાં કેટલાક કિશોરો પણ હતા. જોકે પોલીસ પોતાના બાળકોને પકડી ગયાની વાતે વાલીઓ માં દોડધામ મચી હતી અને પોતાના બાળકોને છોડાવવા ટોળા જમ્યા હતા. જોકે પી.આઈ. આ.એન.રાઠવા એ તમામ બાળકો ને સમઝાવ્યા હતા અને જેનાથી  થતું નુકસાન વિસે સમજણ આપી છોડી મુક્યા હતા. જો કે આ પોલીસ ની કામગીરી વાલીઓને ખૂબ ગમી હતી અને બાળકોમાં ફફળાટ ફેલાયો જોવા મળ્યો હતો.

વાલીઓએ પણ બાળકોને ઠપકો આપ્યો
આ બાબતે પી.એસ.આઈ આર.એન્ડ રાઠવા એ જણાવ્યું હતું કે પબજી ગેમ રમતા યુવાનો ને પોલીસે ઝડપી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જો કે તેમના વાલીઓ પણ તરત આવ્યા હતા બાળકોને ઠપકો આપ્યો હતો. આ ગેમ ખૂબ જોખમી છે. કેટલાય બાળકો જેના બંધારણી બની ગયાં હોય આ લત છોડાવવા વાલીઓને સમજાવ્યા છે.