એલર્ટ / નર્મદા ડેમની સપાટી 137.31 મીટર થઈ, સરદાર સરોવરમાં હાલ પાણીનો જથ્થો 92.90 ટકા, સર્વોચ્ચ સપાટીથી માત્ર 1.37 મીટરનું અંતર

નર્મદા ડેમ
નર્મદા ડેમ

  • ગોલ્ડનબ્રિજ ખાતે 31 ફૂટ નર્મદાની સપાટી, જે 24 ફૂટની ભયજનક સપાટી કરતાં વધુ
  • હવે 1.37 મીટરનું અંતર સર્વોચ્ચ 138.68 મીટર માટે બાકી
  • 92.90% પાણીનો જથ્થો હાલ સરદાર સરોવરમાં
  • 7.39 લાખ ક્યુસેક (ક્યુબિક ફૂટ પ્રતિ સેકન્ડ) પાણી છોડવામાં આવી રહ્યું છે
  • 3900 લોકોને સલામત સ્થળે ખસેડાયા, જે નર્મદાના કાંઠાનાં ગામોમાં રહે છે.

Divyabhaskar.com

Sep 13, 2019, 01:32 AM IST

રાજપીપળા: સરદાર સરોવર ડેમની સપાટી 137.31 મીટર પર પહોંચી છે. ડેમની સર્વોચ્ચ સપાટી 138.68થી હવે માત્ર 1.37 મીટરનું જ અંતર બાકી રહેવા પામ્યું છે. હાલમાં ડેમમાંથી 7,39,830 પ્રતિ સેકન્ડ ક્યુબિક પાણી છોડાઈ રહ્યું છે. પરિણામે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 31 ફૂટ પર પહોંચી છે. જ્યારે તેની ભયજનક સપાટી 24ની છે. સાવચેતીના કારણોસર નર્મદાના કાંઠાના વિસ્તારમાંથી 3900 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ડેમ હાલમાં 92.9 ટકા જેટલો ભરાઈ ગયો છે.

સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહિવટીતંત્ર સજ્જ
નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે જિલ્લાના 20 જેટલા ગામોને 3 દિવસથી એલર્ટ કરાયાં છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આગામી સમયમાં વધુ પાણી છોડવામાં આવે તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ સાથે પૂર્વ તૈયારી કરી લીધી છે. આગામી સમયમાં સરદાર સરોવર ડેમ 138.68 મીટર સુધી પહોંચશે અને ત્યાં સુધી પહોંચવામાં દોઢેક મીટર બાકી છે. નર્મદા ડેમમાં નિયમો પ્રમાણે પાણીની આવક ચાલુ છે. દરરોજ નિયત ધારા ધોરણ મુજબ ડેમની જળ સપાટી વધારવાની હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ડેમમાં પાણી ભરાઇ રહ્યું છે.

X
નર્મદા ડેમનર્મદા ડેમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી