કેવડિયા / નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડા બાદ ફરીથી 2 સેમીનો વધારો, ડેમની સપાટી 121.02 મીટરે પહોંચી

Narmada dam surface increase in kevdiya

Divyabhaskar.com

Jul 14, 2019, 06:24 PM IST

કેવડિયા: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.02 મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં 1400 મિલિયન ક્યુબીક મીટરે જમા થયું છે. હાલ આવક 10,218 અવાક થઇ રહી છે, પાણીની જાવક કરતા આવક વધુ થતા 2 સેમી નો વધારો નોંધાયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત માટે સારા સમાચાર બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્ય કેનાલમાંથી પાણી સતત ખેડૂતો માટે છોડાય રહ્યું છે. સતત બે વર્ષ ચોમાસુ નબળું રહ્યા બાદ આ વર્ષે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડ્યો હોવાથી નર્મદા ડેમ પર પાણીની આવક સતત વધતી રહી છે જેના કારણે ડેમની જળ સપાટી 121 મીટરને પાર કરી ગઈ છે. અને સરદાર સરોવરમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 1400.98 મિલીયન ક્યુબીક મીટર છે

X
Narmada dam surface increase in kevdiya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી