કેવડિયા / સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 40 વર્ષથી રહેતા 30 પરિવારોને જગ્યા ખુલ્લી કરવા નર્મદા નિગમે નોટિસ આપી

Narmada corporation issued notice to open 30 new houses for 40 years near Statue of Unity in kevdiya

Divyabhaskar.com

Jul 14, 2019, 05:51 PM IST

કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લીમડી બાર ફળીયાના વિસ્તારમાં 30 પરિવારો 40 વર્ષથી વસવાટ કરે છે અને કાચા મકાનોમાં રહીને રોજગાર-ધંધો કરીને ગુજરાન ચલાવે છે, ત્યારે હાલ નર્મદા નિગમ દ્વારા આ 30 પરિવારોને તાત્કાલિક અસરથી મકાનો હટાવી ખુલ્લી જગ્યા કરવા નોટિસ પાઠવી છે. જેને પગલે આ પરિવારો ફફળી ઉઠ્યા છે. ગોરા કોલોની પાછળ આ પરિવારો માટે કોમન પ્લોટો ફાળવવામાં આવ્યા છે. જોકે આ પરિવારો ત્યાં રહેવા જાય તો રોજગારી અંગે મુશ્કેલીમાં ઊભી થઇ શકે તેમ છે. ફાળવેલા પ્લોટ મુખ્ય રસ્તાથી ઘણા દૂર છે. હાલ ચોમાસાની સિઝન છે, ત્યારે આ સિઝન અહીં કાઢવા માટેની માંગ લોકો કરી રહ્યા છે.

X
Narmada corporation issued notice to open 30 new houses for 40 years near Statue of Unity in kevdiya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી