પ્રોજેક્ટ / વન મંત્રી ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે, કહ્યુ: 'સફારી પાર્કમાં સક્કરબાગમાંથી સિંહો લાવવામાં આવશે'

Forest  minister ganpat vasava visited of kevdiya

Divyabhaskar.com

Jul 14, 2019, 03:56 PM IST

કેવડિયાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થતાં આગામી 31 ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજનાર છે, ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં 40થી વધુ પ્રોજેક્ટોનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જેથી વન વિભાગના જ 30થી વધુ પ્રોજેક્ટો છે. જેમાં 13 જેટલા પ્રોજેક્ટો પૂર્ણ છે અને 18 જેટલા પ્રોજેક્ટોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં વિવિધ સ્થળોની મુલાકાત અને કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. સફારી પાર્ક પર વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી ખાસ પ્રાણીઓ લાવવામાં આવશે. જૂનાગઢના સક્કર બગમાંથી વાઘ, સિંહ સહિતના જંગલી પ્રાણીઓ લાવવામાં આવશે. ભારત જ નહીં વિદેશોમાંથી પણ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવ્યા છે. આમ 1800થી વધુ પશુ-પક્ષીઓ, જળચર અને સરીસૃપો લાવવામાં આવશે.

સ્ટેચ્યુ ની આજુબાજુમાં કેવા પ્રોજેક્ટો ખુલ્લા મૂકાશે
સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિતના પ્રોજેક્ટબનશે

કયા કયા પ્રાણીઓ લાવશે
સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, ઉરાન ઉતાનગ, રિંછ, શાહમૃગ, ઓટરિચ, ચિમ્પાન્ઝી, સ્થાનિક કોબ્રા, રસેલ વાઈપર, ક્રેર અજગર જેવા ઝેરી બિન ઝેરી સાપો પણ સફારી પાર્કમાં લવાશે.

અધિકારીઓ સાથે તમામ સ્થળોની માહિતી મુલાકાત લીધી
ગણપત વસાવાની સાથે મુખ્ય વન સંરક્ષક ડો.સશીકુમાર, સબ ડીએફઓ, પ્રતીક પંડ્યા, આર એફ ઓ.વી.પી.ગભણીયા સહિત વન અધિકારીઓ હાજર રહ્યા હતા.

X
Forest  minister ganpat vasava visited of kevdiya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી