તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં કુપોષિત બાળકોમાં નર્મદા જિલ્લો બીજા ક્રમે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3256 કુપોષિત બાળકો નોંધાતાં ખાનગી કંપનીએ જિલ્લો દત્તક લીધો : આગામી 3 વર્ષમાં જિલ્લાને કુપોષણમાંથી મુક્તિ અપાવવા કામ કરાશે

રાજપીપળા: નર્મદા જિલ્લો 100 ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જે અતિ પછાત અને આકાંક્ષી જિલ્લા તરીકે દેશમાં નોંધાયેલો છે. જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ હોય આ કુપોષિત બાળકોને સુપોષણ આપવા માટે એક ખાનગી કંપનીએ દત્તક લીધો છે. નર્મદા જિલ્લાના પાંચ તાલુકાના 527 ગામોમાં એક સર્વે હાથ ધરાયો હતો. જેમાં 3256 જેટલા કુપોષિત બાળકો નોંધાયા હતા. આ તમામ કુપોષિત બાળકોને તબક્કાવાર ગુજરાત સરકાર દ્વારા રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં NRC સેન્ટર ખાતે 15 દિવસ રાખીને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. જેમાં કોઈ દવા કે બોટલ ચઢાવવાની વાત નથી, માત્ર કેવી રીતે સ્વચ્છ રહેવુ, કેવું ખાવું, કેવીરીતે ખાવું તેવી બાબતોની માતા અને બાળકોને તાલીમ આપવામાં આવે છે. સગર્ભા, ધાત્રી માતા અને 0 થી 5 વર્ષના બાળકો પર ખાસ ફોકસ રાખવામાં આવી રહ્યું છે. 
નર્મદા જિલ્લાને અદાણી ફાઉન્ડેશન દ્વારા દત્તક લઈ બાળકો માટે સુપોષણ અભિયાન શરૂ કરી હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાઉન્ડેશનનાં અધિકારીઓનો દાવો છે કે, તેમણે અત્યાર સુધીમાં 448 જેટલા બાળકોને સુપોશીત કર્યા છે. જિલ્લામાં કામગીરી કરવા માટે 195 સંગીનીઓ અને 21 જેટલા ફિલ્ડ ઓફિસરોની ટીમ છે. આગામી 3 વર્ષમાં તેઓ આ જિલ્લાને કુપોષળમાંથી મુક્તિ અપાવવા કામ ઉપાડશે. જોકે હાલ તેમની કામગીરી ચાલી રહી છે. કંપનીના સિનિયર માકેટિંગ મેનેજરની ટીમે આજે જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની મુલાકાત લીધી હતી.
આ બાબતે  અદાણી ફાઉન્ડેશનના સિનિયર માર્કેટીંગ મેનેજર અજય મોટાવાનીએ જણાવ્યું હતું કે, જ્યારે અમારી કંપનીએ દત્તક આ જિલ્લો લીધો ત્યારે એક પડકાર હતો. અમારી ટીમે આ પડકાર ઝીલી આજે 3000 જેટલા બાળકોમાંથી 500 જેટલા બાળકોને સુપોશીત બનાવ્યા હતી. મેં જાતે જ કુમસ ગામ, છટવાળા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. જેમાં અમારા ફાઉન્ડેશનની સંગીની બહેનો મહિલાઓને મળીને સમજાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...