તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી દુનિયાની 8મી અજાયબી, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝશને સામેલ કરતા વિદેશ પ્રધાનની ટ્વિટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પૈકીનું એક બનતા ટુરિઝમને ફાયદો થશે

વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટમાં લખ્યું છે કે, મહાસચિવ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઝેશન વાલ્દિમીર નોરોવે આપણા સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. કારણ કે, ભારત SCOના પ્રમુખોની આગામી બેઠકોની અધ્યક્ષતાની તૈયારી કરી રહ્યું છે.

SCO મહાસચિવ નોરોવ રાયસીના ડાયલોગ 2020માં ભાગ લેવા માટે 4 દિવસના પ્રવાસે રવિવારે ભારત આવ્યા છે. જે 14 થી 16 જાન્યુઆરી સુધી નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવવાનું છે. ભારત પ્રથમ વખત આ વર્ષે SCOના સભ્યો દેશોના પ્રમુખોની આગામી બેઠકોને હોસ્ટ કરશે.

આ આઠ  સ્થળોનો સમાવે
ગયા વર્ષે જૂન માસમાં ચીનના બિજિંગમાં યોજાયેલી એસસીઓની બેઠકમાં આઠ અજાયબીઓના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાયા હતા તેમાં ભારતમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત કઝાકિસ્તાનના તામગેલીના પુરાતત્ત્વીય સ્થળો, ચીનનો ડેમિંગ પેલેસ, કિર્ગિસ્તાનનું ઇસ્સીક-કુલ સરોવર, પાકિસ્તાનમાં મુઘલવંશનો ઐતિહાસિક વારસો ધરાવતાં સમારકો, રશિયાની ગોલ્ડન રીંગ, તાઝિકિસ્તાનના નવરુઝ પેલેસ અને ઉઝબેકિસ્તાનના બુખારાના હિસ્ટોરિક સેન્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 
સ્ટેચ્યૂને આઠમી અજાયબી ગણાવનાર SCO શું છે
એસસીઓ એ મધ્ય એશિયાઇ દેશોનું એક એવું સંગઠન છે જે એશિયા પેસિફિક પ્રદેશોમાં સહયોગથી સલામતી, સંસ્કૃતિ, વ્યાપાર, અર્થતંત્ર અને રાજકીય ક્ષેત્રે કામ કરે છે. આ સંગઠનમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, કિર્ગિસ્તાન, કઝાખસ્તાન, પાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને તાજિકિસ્તાન સભ્ય દેશો છે અને દરેક દેશના રાજકીય વડા તેની કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે રહે છે. આ સંગઠન વિશ્વના તમામ દેશોમાં તેના પ્રતિનિધિ દેશોમાં પ્રવાસન પ્રવૃત્તિ વધે તે માટે પ્રયત્ન કરે છે. આ ઉપરાંત જોઇન્ટ મિલિટરી ઓપરેશન દ્વારા આ દેશો આતંકવાદ જેવી સમસ્યાને નાથવાનાં પ્રયાસ પણ કરે છે. 
આઠ અજાયબીમાં સામેલ કરવાનો અર્થ
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એસસીઓની આઠ અજાયબીમાં સામેલ કરવાનો અર્થ એ છે કે એસઓસી પોતે પોતાના સભ્ય દેશોમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રચાર કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવનારાઓની સંખ્યા અમેરિકાના 133 વર્ષ જૂના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જોવા આવનારા પ્રવાસીઓ કરતાં પણ વધુ થઈ ગઈ છે. દરરોજ સ્ટેચ્યૂ જોવા માટે 18000થી વધુ પ્રવાસીઓ આવે છે. 
31.65 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી
સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીના સવા વર્ષમાં 31.65 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે અને આ સમયગાળામાં સ્ટેચ્યૂએ 79.94 કરોડ રૂપિયાની અધધ કમાણી કરી છે.
વિદેશી પ્રવાસીઓના આગમનમાં વધારો થશે
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબી જાહેર કરવામાં આવી છે તે અમારા માટે ખરેખર ગર્વની વાત છે. આઠમી અજાયબી તરીકે ઘોષિત થયા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ વિદેશી પ્રવાસીઓનો ધસારો આગામી દિવસોમાં ખાસ્સો વધશે. હાલની સરેરાશ પ્રમાણે દૈનિક 18,000 પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે છે અને તેમાં પણ સારો એવો વધારો થશે. સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા પણ વધશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો