તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajpipla
  • Foreign Animals Are Not Environmentally Friendly In Cavadia Jungle Safari, Claiming 'sub safe' Of Tantra, Killing 3 Out Of 4 Giraffes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેવડિયા જંગલ સફારીમાં વિદેશી પ્રાણીઓને વાતાવરણ અનુકૂળ નથી છતાં તંત્રનો ‘સબ સલામત’નો દાવો, 4માંથી 3 જિરાફના મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંગલ સફારી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા - ફાઇલ તસવીર - Divya Bhaskar
જંગલ સફારી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા - ફાઇલ તસવીર
  • અત્યાર સુધીમાં 3 જિરાફ, 3 એમ્પાલા, એક ઝિબ્રા અને વિદેશી પક્ષીઓના મોત થયા
  • પહેલાં બે જિરાફ ફરતા હતા ત્યારે રાત્રે તબિયત લથડતા સવારે મોત નીપજ્યું

કેવડિયા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે બનાવવા માં આવેલા જંગલ સફારી પાર્કમાં વધુ એક જિરાફનું મોત  થયું છે. ઉલ્લેખનીય છે કે, જિરાફને અહીંનું વાતાવરણ અનૂકુળ આવતું નથી. જેને કારણે પહેલા પણ 2 જિરાફના મોત નીપજ્યા છે અને આજે ત્રીજું જિરાફ મૃત્યુ પામ્યું છે. 

1500થી વધુ પ્રાણીઓ-પક્ષીઓ લાવ્યાં
સરદાર સરોવર ઝૂઓલોઝી પાર્ક  જંગલ સફારી હવે પૂર્ણતાના આરે છે. આ પાર્કમાં 1500થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ લાવી દેવામાં આવ્યાં છે. જેમાં હાઈ ચિમ્પાઝી અને ઓરંગઉટાન બાકી છે.  ત્યારે વિદેશી પ્રાણીઓ પક્ષીઓ પર થતી વાતાવરણની અસરને લઈને તંત્ર હાલ ચિંતામાં છે. અહીં રાખવામાં આવેલા દેશ-વિદેશના પ્રાણીઓને વાતાવરણ અનૂકુળ ન આવતા બે મહિના પહેલા ઝીબ્રાનું મોત થયું હતું. જ્યારે હાલ એક વધુ જિરાફનું મોત થયું છે. જે ને તંત્ર દ્વારા હાલ મૃત જિરાફને અગ્નિ દાહ આપવામાં આવ્યો છે. જો કે આ બાબતે તંત્ર હાલમાં ‘સબ સલામત હે’ના દાવા કરી રહ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં જંગલ સફારીમાં બે જિરાફ, 3 એમ્પાલા, એક ઝિબ્રા અને વિદેશી પક્ષીઓના પણ મોત થયા છે. જેમાં તંત્ર વાતાવરણની અસર બતાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો