તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળામાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ સક્રિય, વડિયામાં બે બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ બુમરાણ કરતાં તસ્કરોનો પથ્થરમારો, એક યુવાને તસ્કરોની ગતિવિધી જોતાં સૌને જગાડ્યાં
  • લોકોએ ઘરની બહાર આવી બુમરાણ મચાવતાં તસ્કરો ભાગ્યાં
  • તસ્કરો પોતાના કમરે પથ્થરો બાંધી લાવ્યાં હતાં, રોયલ સન સીટીમાં મધરાતે નાસભાગના દ્રશ્યો

રાજપીપળા: નાંદોદ તાલુકામાં ચડ્ડી-બનિયાનધારી ગેંગે આતંક મચાવ્યો છે. એક જ રાત્રીમાં વડિયા ગામની રોયલ સન સીટી સોસાયટીના બે મકાનોમાં ચડ્ડી બનિયાનધારી તસ્કરો ત્રાટક્યાં હતાં. તસ્કરોએ બે મકાનમાંથી લાખોની મત્તાનો હાથફેરો કરી ગયાં હતાં. જોકે અરસામાં એક શખ્સે રાત્રીના સમયે વિસ્તારમાં ફરતાં ચડ્ડી-બનિયાનધારી તસ્કરોને જોતાં તેણે આસપાસના લોકોને જગાડતાં લોકોએ બુમરાણ કરતાં તસ્કરોએ પથ્થર મારો કરી ત્યાંથી નાસી છુટ્યાં હતાં. બનાવ સંદર્ભે રાજપીપળા પોલીસે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હજુ બીજા મકાનોને નિશાન બનાવવાની ફિરાકમાં
રાજપીપળા પંથકમાં હાલમાં ચડ્ડી બનિયાનધારી તસ્કર ટોળકી સક્રિય થઇ છે. ગઇકાલે રાત્રીના સમયે વડિયા ગામે આવેલી રોયલ સનસિટી સોસાયટીના તસ્કરોએ નિશાન બનાવી હતી. રાત્રીના સમયગાળામાં અનિલ પાટીલ તેમજ હરદિપ વસાવા નામના બે શખ્સના મકાનમાં તસ્કરોએ ત્રાટકી તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી લાખોની મત્તાનો હાથ ફેરો કર્યો હતો. તસ્કરો હજી બીજા મકાનોને નિશાન બનાવવાની ફિરાકમાં હતાં. તે વેળાં વિસ્તારમાં જ રહેતાં તરૂણ વસાવા તેમને ઉંઘ ન આવતી હોઇ તેમના ઘરે અગાશીમાં ખુરશી નાંખી બેઠાં હતાં. ત્યારે રાત્રીના અંધારામાં અંદાજે 6થી 8 જેટલાં તસ્કરો ચડ્ડી - બનિયાન પહેરી અને શરીર પર તેલ લગાવી વિસ્તારમાં રેકી કરી રહ્યાં હોવાનું જણાયું હતું. જેના પગલે તેમણે તુરંત વિસ્તારમાં રહેતાં તેમના પરીચિતોને ફોન કરી ઘટનાથી વાકેફ કરતાં આસપાસના લોકો જાગી જતાં તેમણે બુમરાણ મચાવી તસ્કરોને ભગાડવાની કોશિષ કરી હતી. અરસામાં કેટલીક મહિલાઓ ઘરની બહાર નિકળી આવતાં તસ્કરોએ તેમના પર પત્થરમારો કર્યો હતો. જોકે સદનસીબે ઘટનામાં કોઇને જાનહાની થઇ ન હતી. લોકો એકત્ર થઇ જતાં તસ્કરો ત્યાંથી ભાગીને અંધારામાં ઓગળી ગયાં હતાં.

અગાસીમાં બેઠો હતો ત્યારે હલચલ જોઇ
રાત્રીના મને ઉંઘ ના આવી એટલે અગાસી માં ખુરસી નાખી બેઠો હતો. ત્યાં નીચે સોસાયટીમાં કેટલાક લોકોની હરકત દેખાઈ હતી. જેમાં તેમણે ચડ્ડી બનિયાન પહેરી હતી તેમજ તેમણે શરીરે કાળું ઓઇલ લગાડેલું હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું હતું. સોસાયટીના નાકા પર તેઓ સંતાઈ ને બેઠા હતાં. બે ઘરની બહાર સંતાયા હતાં. જ્યારે ત્રણ થી ચાર જેટલા ઘરમાં ઘુસ્યા હતા. તમામ ચોરોએ કમર ઉપર પથ્થર બાંધેલા હતાં. શંકા જતાં આજુબાજુના રહીશોને ફોન કરી જાણ કરતાં બુમરાણ થતા ચોરો ત્યાંથી ભાગી ગયા હતા- તરુણ વસાવા, પ્રત્યક્ષદર્શી

પાડોશીઓએ ચોરી અંગે જાણ કરી
અમારો આખો પરિવાર વડોદરા દવાખાને હતો. ઘર બે ત્રોણ દિવસથી બંધ હતું . મુખ્ય ગેટનું તાળું તોડી તેઓ ઘરમાં પ્રવેશ્યા અને ઘર વખરી વિખેરી નાખી હતી. તિજોરી ખોલી મુદ્દામાલ માટે તિજોરીની દરેક ચીજ વસ્તુ વેરવિખેર કરી, લોકરમાં મુકેલ ભગવાનને ચડાવવાના ચાંદીના ઘરેણાં અને સિક્કાનો ડબ્બો ઉઠાઈ ગયા હતા. પાડોશી દ્વારા રાત્રે જ જાણ કરતા હું તરત દોડી આવ્યો હતો. હાર્દિપ વસાવા, મકાન માલિક

તસ્કરોએ અમારા પર પથ્થરમારો કર્યો
સોસાયટીમાં બૂમાબૂમ થઇ એટલે અમે સૌ બહાર નીકળ્યા હતાં. જોકે ચડ્ડી બનિયાનધાર ગેંગને જોઈ તેમને ભગાડવા મહિલાઓ દોડી તો ચોરોએ અમારા પર પથ્થર મારો પણ કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી ત્યારે ચોરોના હયાતીના નિશાન અને ચપ્પલ મળ્યા હતા. અમે ખુબજ ગભરાઇ ગયા હતા. દર વર્ષે બે ત્રણ કિસ્સા બનેજ છે- અંજનાબેન પરમાર, ચોરોને જોનાર પાડોશી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો