જળસંકટના એંધાણ / સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 6 મીટર ઘટી: ઉનાળામાં સ્થિતિ વણસશે

Divyabhaskar.com

Mar 15, 2019, 07:31 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

 • નર્મદા બંધને મધ્યપ્રદેશ ઉનાળામાં પાણી આપવા સક્ષમ
 • ત્રણ મહિનામાં ડેમની સપાટીમાં મોટો ઘટાડો નોંધાયો 
 • ઉનાળામાં ગુજરાતને પીવાના પાણી માટે મુશ્કેલી પડી શકે છે

રાજપીપળા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધની ઘટતી સપાટીને લઈને ગુજરાત સરકારની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે નર્મદા બંધમાં પાણી સંગ્રહ કરવા સરકાર હાલ તમામ પ્રયાસો કરી રહી છે અને મધ્ય પ્રદેશના બંધોમાંથી ઉનાળામાં પાણી છોડાય એ માટે દિલ્હી ખાતેની બેઠકમાં રજૂઆત કરી છે ત્યારે હવે પાણીનો સંગ્રહ ગુજરાત સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે.

સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી હાલ 116.02 મીટર છે જેમાં લાઈવ સ્ટોરેજ માત્ર 650 mcm જેટલું છે ત્યારે ઉનાળો હજુ શરૂ થયો નથી ત્યાં જ આ દિવસમાં પીવાનું પાણી આપવું મુશ્કેલ બન્યું છે. જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો બંધની સપાટી 122.64 મીટર હતી જે ઘટીને ફેબ્રુઆરીમાં 118.02 મીટર થઇ એટલે એક મહિનામાં 4 મીટર જેટલી ઘટી જયારે આજે 116.02 મીટર છે. એટલે વધુ 2 મીટર સપાટી ઘટી છે આમ ત્રણ મહિનામાં 6 મીટર જેટલો ઘટાડો નોંધાયો છે.

સપાટી ઘટવાની ચાલુ રહેતા રાજ્ય સરકાર દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. ખેડૂતોની માંગ છતાં પાણી હાલ ખેડૂતોને આપવામાં આવતું નથી હવે માત્ર ગુજરાતને પાણી પીવાનું મળે એના પર સરકાર હાલ ફોકસ કરી રહી છે. જેની સરખામણીમાં જો મધ્ય પ્રદેશના ડેમોની વાત કરીએ તો મધ્ય પ્રદેશના ડેમોમાં સપાટીમાં વધુ ફરક પડતો નથી તો નર્મદાનું પાણી જાય છે ક્યાં એ એક પ્રશ્ન વિચાર માંગી લે તેમ છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી