તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આદિવાસીઓએ વિરોધ કર્યો, કાળી પતંગો ચગાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવડિયા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આદિવાસીઓએ વિરોધ કર્યો હતો - Divya Bhaskar
કેવડિયા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આદિવાસીઓએ વિરોધ કર્યો હતો
  • 'જમીન બચાવો આંદોલન'ને લઇને પતંગોત્સવનો વિરોધ કર્યો
  • આદિવાસી લોકો ઉતરાયણની પણ 'કાળી ઉત્તરાયણ' તરીકે ઉજવણી કરશે

કેવડિયાઃ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે કેવડિયાની આસપાસના 19 ગામ લોકોએ આજે કાળા પતંગ ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો વિરોધ કર્યો હતો. 

આદિવાસી નેતા પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે યોજાયેલા પતંગોત્સવનો અમે આદિવાસી લોકો વિરોધ કરીએ છીએ. સરકારે અમારી જમીનો છીનવી લીધી છે. હવે અમે અમારી જમીનો નહીં આપીએ. અમારો વિરોધ સરકાર સામે છે, અમે આગામી દિવસોમાં પણ અમારો વિરોધ યથાવત રાખીશું. 

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલિપેડ ખાતે આજે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 15 દેશોના 46, ભારતના 8 રાજ્યોના 40 સહિત 86 પતંગબાજો ભાગ લીધો હતો. અને પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકો પણ પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી. 

આજથી ઉત્તરાયણ સુધી આદિવાસી પંથકના 72 ગામો વિરોધમાં જોડાશે અને આદિવાસીઓ કાળા કપડા પહેરશે અને ઘર પર કાળી ધજાઓ ફરકાવશે.