તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળા પાસે જાવલીમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત, પિતાએ સામે નોંધાવી ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં પ્રેમ લગ્ન કરીને ગયેલી પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી ઝેરી દવા પી લેતાં મોત નીપજ્યું હતું. પરિણીતાના પિતાએ
સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા સાગબારા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

1) દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા

સાગબારા તાલુકાના બર્કતુરા ગામની સુહાનીએ દોઢ વર્ષ પેહલા જાવલીના રાહુલ ધરમદાસ વસાવા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સુહાનીના પિતા સુભાષ બાબુભાઇ વસાવાએ તેમના સમાજમાં બંને પક્ષોની ઈજ્જત સાચવવા માટે સમાજના રીત-રિવાજ મુજબ લગ્ન કરાવવાની વાત કરી હતી. જેથી સુહાનીના સાસરિયાઓ પૈકી પતિ રાહુલ, સાસુ લતાબેન અને સસરા ધરમદાસે તારા લીધે અમે દેવું કરવાના નથી, તું જ તારી જાતે કમાઈને પૈસા આપજે, તેમ કહી ત્રણેક વારંવાર સુહાનીને અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપીને તેને મરવા માટે મજબૂર કરી હતી. જેથી વારંવારનો ત્રાસ સહન ન થતા ગત તારીખ 12 ફેબ્રુઆરીએ સુહાનીએ તેની જાવલી ખાતે સાસરીમાં ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન 20 ફેબ્રુઆરીએ તેનું મોત થતા સુહાનીના પિતા સુભાષભાઈ બાબુભાઇ વસાવાએ પતિ, સાસુ અને સસરા ત્રણેય વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જેની તપાસ સાગબારા પીએસઆઇ સી એમ ગામીત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો