ગુજરાત / વાંસદામાં કૂતરાનો આતંક, 2 દિવસમાં 25 લોકોને બચકાં ભર્યાં

કૂતરૂ કરડતા લોકોમાં ભયનો માહોલ
કૂતરૂ કરડતા લોકોમાં ભયનો માહોલ

  • 5થી વધુ બાળકો પણ કૂતરાનો શિકાર બન્યા
  • લોકોને કરડતું કૂતરું હડકાયું હોવાની સંભાવના

Divyabhaskar.com

Nov 09, 2019, 01:47 AM IST

વાંસદા: વાંસદામાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ વિસ્તારમાં 25થી વધુ લોકોને કૂતરૂ કરડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગુરુવારે 17થી 18 લોકોને કૂતરાએ બચકા ભર્યાં હતાં. આજે ફરી હાટ બજાર ભરાતા માછીવાડ, કૃષ્ણકુંજ સોસાયટી, હનુમાનબારી સહિત વિસ્તારોમાં 10 જેટલા લોકોને બચકા ભરતાં લોકોની દોડધામ વધી ગઈ હતી. છેલ્લા 2 દિવસમાં 25થી વધુ લોકોને કૂતરાએ બચકા ભરતા લોકોએ કોટેજ હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી હતી.
લોકોએ બુમાબૂમ કરતા કૂતરો બાળકને છોડીને ભાગી ગયો

આ ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગતરોજ હનુમાનબારી વિસ્તારના ઓમનગર સોસાયટીમાં નાના બાળકને કૂતરો ઘસડી લઈ જતા લોકોએ બુમાબૂમ કરતા બાળકને છોડીને ભાગી ગયો હતો. વહેલી તકે કૂતરુને ઝબ્બે કરી ભય દૂર કરે એવી લોકમાગ ઉઠી છે. નવસારીમાં 16મી ઓકટોબરની આસપાસ આવી જ રીતે એક કૂતરુ દાંડીવાડના 3 બાળકો સહિત 6 જણાંને કરડ્યું હતું.

X
કૂતરૂ કરડતા લોકોમાં ભયનો માહોલકૂતરૂ કરડતા લોકોમાં ભયનો માહોલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી