મહુવાના આગંલાધરામાં સંજયસિંહની અંતિમયાત્રામાં બંને બનેવીઓ પર લોકોનો પથ્થરમારો, પિતાને પણ અળગા રખાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આંગલધરામાં 7 રાઉન્ડ ફાયરિંગ કરી વે બ્રિજ સંચાલકની હત્યા કરાઇ હતી
  • પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવકની અંતિમયાત્રા નીકળી
  • પોલીસની ઢીલી કામગીરી સામે રોષે ભરાયેલા સમાજના આગેવાનો આજે આવેદન આપશે

મહુવાઃ મહુવા તાલુકાના આંગલધરા ગામની સીમમાં રાજપૂત ખેડૂતની રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ રિવોલ્વર જેવા હથિયારથી 7 રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરી ભાગી ગયા હતા. જે ઘટના બાદ પોલીસે હત્યારાઓ સુધી પહોંચવા એલસીબી અને એસઓજીની મદદ લઈ અલગ અલગ ટીમ બનાવી ટેક્નિકલ રીતે તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત વજનકાંટા નજીક રહેતા ભંગારવાળાની પણ કડક પૂછતાછ આદરી હતી. મૃતકના પિતા અને બે બનેવી પર પત્ની અને સમાજના લોકોને શંકા વ્યક્ત કરી હતી. મૃતક સંજયસિંહની અંતિમક્રિયામા તેના પિતા અને બંને બનેવીને અળગા રાખવામાં આવ્યા હતા.

જે દરમિયાન થોડુ વાતાવરણ ગરમાતા અંતિમ ક્રિયા સમયે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત હોવા છતા રોષે ભરાયેલ લોકો બંને બનેવીને મારવા દોડ્યા હતા અને કેટલાક લોકોએ બંને પર પથ્થરમારો કર્યો હતો. પણ કોઇને ઇજા પહોંચી નહોતી. જે બાદ પરિસ્થિતી પારખી ગયેલા બંને બનેલી મૃતકના ઘરેથી ભાગી ગયા હતા.પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના આંગલધરા ગામે રહેતા 36 વર્ષીય સંજયસિંહ દિલીપસિંહ દેસાઈ ગત તા-9/06/2019 ને રવિવારે રાત્રી દરમિયાન 2 થી 4 વાગ્યાના અરસામા પોતાના ઘરની નજીક આવેલ પોતાનો માં કૃપા વે બ્રિજ પર હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે રિવોલ્વર જેવા હથિયાર થી 7 રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરી હતી.

જે ઘટના બાદ તેમની પત્નિ કૃપાબેન દેસાઈએ પોલીસને ઘર અને જમીન બાબતે બહેન બનેવી અને પિતા જોડે સંજયનો અવારનવાર ઝઘડો થતો હોવાનુ જણાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી હતી. પત્નિ કૃપાએ પતિ સંજયસિંહની હત્યા અંગે વ્યક્ત કરેલ શંકા આધારે  મૃતકના બનેવી અનિલસિંહ અને હેમંતસિંહ ઉપરાંત તેના પિતા દિલીપસિંહ દેસાઈએ એલસીબી ઓફિસે લઈજઈ પૂછતાછ આદરી હતી.

જોકે ત્યારબાદ મૃતકની અંતિમ વિધિનીક્રિયા બાકી હોવાથી પોલીસે પિતા અને બંને બનેવીને જવા દીધા હતા. અંતિમક્રિયાની વિધિ પતાવી પરત આવવાની કડક સૂચના આપી હતી. ત્યારબાદ પોલીસે બીજા દિવસે અલગ અલગ ટીમ બનાવી વજનકાંટા પર રાત્રી દરમિયાન વજન કરાવવા આવેલની પૂછતાછ આદરી હતી. ઉપરાંત બાજુમાં રહેતા ભંગારવાળાની પણ કડક પૂછતાછ આદરી હતી. આ ઉપરાંત કોલ ડિટેઈલ અને સીસીટીવીની મદદ લઈ ટેક્નિકલ રીતે પણ તપાસ આદરી હત્યારા સુધી પહોંચવાની કવાયત આદરી હતી.

પિતા અને 2 બનેવી પર જ સંજયસિંહની હત્યાની શંકા

સંજયસિંહ દેસાઈની અંતિમવિધિમા તેમના બંને બનેવી હેમંતસિંહ મગોદરા અને અનિલસિંહ પરમાર પણ આવ્યા હતા.જેને લઈ સમાજના આગેવાનો ઘરથી દૂર બહાર રોડ પર જ રહ્યા હતા અને ત્યારબાદ વાતાવરણ ગરમાયું હતું . પરિવારના સભ્યો વચ્ચે બોલાચાલી થતા રાજપૂત સમાજના આગેવાનો અને ગ્રામજનોમા ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો. યુવાનની હત્યામાં શકમંદ બંને બનેવી હેમંતસિંહ અને અનિલસિંહને મારવા માટે દોડ્યા હતા. ગ્રામજનો અને સમાજના આગેવાનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. કેટલાકે પથ્થરમારો શરૂ કરી દેતા મૃતકના બંને બનેવી ઘટના સ્થળે થી જીવ બચાવી નહેર તરફ અંધારાનો લાભ લઈ ભાગી ગયા હતા.

ઘર અને જમીન બાબતે ઝઘડો ચાલ્યા કરતો હતો

આંગલધરા યુવાન સંજયસિંહ દેસાઈની હત્યામાં અવારનવાર તેની સાથે જમીન અને ઘર બાબતે ઝઘડો કરતા તેના પિતા અને બંને બનેવીનો હાથ હોવાની ગ્રામજનો અને સમાજના આગેવાનોમા શંકા છે. જે અંગે પોલીસને જાણ પણ કરી હતી, છતા તમામ શકમંદો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેથી પોલીસની કામગીરી સામે સમાજના આગેવાનોમા ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.  જેના વિરોધમા મંગળવારના રોજ સમાજના આગેવાનો ભેગા મળી મહુવા પોલીસને આવેદનપત્ર આપી હત્યાના આરોપીને ઝડપભેર જેલ ભેગા કરવાની માંગ કરશે.