અક્ષમ્ય બેદરકારી / નવસારીના માંડવીમાં કાંઠાનું ધોવાણ: માછીવાડ-દીવાદાંડીમાં ભરતીનો ભય

Rugged drainage in Navsari's Mandvi: Motiwad-Fear of recruitment in the lighthouse
Rugged drainage in Navsari's Mandvi: Motiwad-Fear of recruitment in the lighthouse

  • લોકોમાં વધી રહેલો આક્રોશ નવસારી-જલાલપોરના વહીવટી તંત્ર માટે આગામી દિવસોમાં મુશ્કેલી ઊભી કરી શકે
  • નજીકના દિવસોમાં આવનાર બીજની મોટી ભરતીમાં નુકસાનની દહેશત, નવી  પ્રોટેક્શન વોલનું કામ હજુ ઘણું બાકી છે

Divyabhaskar.com

Jun 17, 2019, 09:51 AM IST

મરોલીઃ જલાલપોરના માછીવાડ -દીવાદાંડી ગામમાં પ્રોટેક્શન વૉલ બનવવાની માંગ બુલંદ બની છે. જો આગામી દિવસોમાં કાર્યવાહી નહીં થાય તો ગ્રામવાસીઓ કલેકટર કચેરીએ મોરચો માંડે તેવી શકયતા છે. લોકોમાં વધી રહેલો આક્રોશ વહીવટી તંત્ર માટે આગામી દિવસોમાં મુશ્કેલી ઉભી કરી શકે તેવી શકયતા છે. મોટી ભરતી પહેલા આ પ્રોટેક્શન વૉલની કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. આગામી દિવસોમાં આવનારી મોટી ભરતીને લઈ લોકોનો જીવ અધ્ધરતાલ છે.

અરબી સમુદ્ર કાંઠે વસેલા જલાલપોરના માછીવાડ -દીવાદાંડી ગામે 5000થી વધુ વસ્તી છે. ગામને તદ્દન અડીને દરિયો આવેલો છે. અવારનવાર રજુઆત બાદ આખરે પ્રોટેક્શન વૉલ બનાવવાની કામગીરી કરાઈ હતી પરંતુ જે રીતે કામગીરી થવી જોઈતી હતી એવી ન થઇ અને લોકોનું ભવિષ્ય અગાઉની માફક જોખમમાં જ આજની તારીખે પણ છે. અગાઉ સરકારે પ્રોટેક્શન વૉલ બનાવી ગામમાં દરિયાનું પાણી ન પ્રવેશે તેવી કામગીરી કરી હતી. તેનાથી કોઈ ફાયદો થયો નહીં. આજે પણ ભરતી આવતા જ દરિયાનું પાણી ગામમાં પ્રવેશી જાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે.

છેલ્લાં કેટલાંય વર્ષોથી આ મુશ્કેલીનો ગામવાસીઓ સામનો કરી રહ્યા છે. પરંતુ હાલ સ્થિતિ બદલાઈ ચુકી છે.દરિયાનું પાણી મોટી ભરતીમાં ગામમાં ઘુસી જતા ખાનાખરાબી સર્જાય રહી છે. અધૂરામાં પૂરું હજી આ વિસ્તારમાં પ્રોટેકશન વૉલની ઉચાઈ ઓછી છે. જેને લઇ પાણી સરળતાથી ગામમાં પ્રવેશી જાય છે. જેથી હવે ગામવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવે શું થશે?એ પ્રશ્ન દરેક ગ્રામવાસીઓના મનમાં ઘર કરી ગયો છે. ક્યાં સુધી દરિયા સામે બાથ ભીડી શકાશે? એ પ્રશ્ન લોકોના મનને હચમચાવી રહ્યો છે. હવે ગામવાસીઓની એક જ માંગ છે કે કોઈ પણ સંજોગોમાં દરિયાનું પાણી ગામમાં આવતું અટકે અને ખાનાખરાબી ન થાય. હાલ વાપલુ ફળિયું અને ગુજરાતી શાળાની બાજુમાંથી પ્રવેશી ગામમાં આવી જાય છે.

અહીં પ્રોટેકશન વૉલ તાત્કાલિક બનાવાય તે જ સમયની માંગ છે. આગામી 15 દિવસમાં આ વિસ્તારમાં પ્રોટેક્શન વૉલ સરકાર દ્વારા બનાવી લોકોને રક્ષણ આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જો તે અંગે તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો મોટી હોનારત થવાની સંભાવના ગામવાસીઓ કરી રહ્યા છે. જેમ જેમ અમાસની બીજની મોટી ભરતીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ગામવાસીઓની ચિંતા વધી રહી છે.

નવી વોલ 1200 મીટર લાંબી બનશે

માછીવાડ દીવાદાંડીમાં બની રહેલ પ્રોટેક્શન વોલ 1200 મીટર લાંબી અને નીચેથી 11 મીટર ઉંચી બની રહી છે. આ વોલનું 450 મીટરનું કામ પૂરું થયું છે અને 750 મીટરનું બાકી છે.

વોલનું અધૂરું કામ પૂરું કરો

માછીવાડમાં દરિયાકિનારાના ધોવાનને લઈને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી. પરંતુ વોલની ઓછી ઉંચાઈને કારણે દરિયાના પાણી વોલ ઓળંગી ઘરોમાં ઘૂસતા નુકસાન થાય છે, જેથી તંત્ર દ્વારા નવી વોલ અગાઉ કરતાં દોઢ મીટર વધુ ઊંચી બનાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ કામ ધીમું ચાલતું હોવાથી હાલ ભરતીના પાણી ઘરોમાં ઘૂસ્યા હતા માટે તંત્ર વોલનું અધૂરું કામ પૂર્ણ કરે, જેથી લોકોના ઘરમાં નુકસાન ન થાય. લક્ષ્મણદયાળ ટંડેલ, માછીવાડ, દીવાદાંડી

ત્રણ મહિનામાં વોલનું કામ પૂર્ણ થઈ જશે

હાલ જે પ્રોટેક્શન વોલ બની રહી છે તેનું કામ આગામી ત્રણેક મહિનામાં પૂરું થઈ જવાની ધારણ છે. હવે આગામી દિવસોમાં બીજની ભરતી જે આવી રહી છે તેનાથી થનાર નુકશાની રોકવા વિકલ્પો તૈયાર કરાઈ રહ્યા છે. આર એમ પટેલ, કાર્યપાલક ઈજનેર, ડ્રેનેજ વિભાગ, નવસારી

પાણી ઘૂસી ગયા પછી જ તંત્ર દોડતું થાય છે

ગામની સ્થિતિ અંગે અવારનવાર રજુઆત તંત્રને કરવામાં આવી છે.પરંતુ કામ જે ઝડપથી થવું જોઈએ તેવું થતું નથી.તેના કારણે લોકોએ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે.ગામમાં પાણી ઘૂસી ગયા બાદ તંત્ર દોડતું થાય છે,સરકાર આ બાબતે વિચારે અને કામગીરી પાર પાડે તો લોકોના જીવમાં જીવ આવે અને જોખમ ટળે. સુનિલ ટંડેલ, સરપંચ

X
Rugged drainage in Navsari's Mandvi: Motiwad-Fear of recruitment in the lighthouse
Rugged drainage in Navsari's Mandvi: Motiwad-Fear of recruitment in the lighthouse
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી