જીવતદાન / નવસારીના યુવાને મુંબઈની બાળાને સ્ટેમસેલનું દાન કર્યું

સ્ટેમસેલનું દાન આપનાર પ્રકાશ પટેલ અને પેથોલોજીસ્ટ ડો. મનોજ કહાર
સ્ટેમસેલનું દાન આપનાર પ્રકાશ પટેલ અને પેથોલોજીસ્ટ ડો. મનોજ કહાર

  • બ્લડ કેન્સરના દર્દીઓનો જીવ બચાવવા સ્ટેમસેલનું ડોનેશન મહત્ત્વપૂર્ણ
  • લોકોમા જાગૃતિ આવે તો દર્દીઓના જીવ બચી શકે

Divyabhaskar.com

Sep 12, 2019, 05:16 AM IST

નવસારી: રક્તદાન જીવતદાન જેવા સ્લોગનો ખુબ પ્રચલિત થયા છે. જેમા એલોપેથીએ રક્ત અને યુરીન રિસર્ચ પર આધારિત પદ્ધતિની સારવાર પ્રચલિત બની છે. જેમા બ્લડ કેન્સરના વધતા કિસ્સા લોકોના જીવ હરી રહ્યો છે ત્યારે નવસારીના એક રત્નકલાકારે પોતાના સ્ટેમસેલ આપી 10 વર્ષની મુંબઈની બાળાને કેન્સરથી બચાવી લીધી છે.

150 જેટલા રત્નકલાકારોએ નોંધણી કરાવી હતી
એપ્લાસ્ટીક એનિમિયા માનવ શરીરમાં છેલ્લા કેટલાક સમયથી વધતી બીમારીમાની એક છે. જેની સારવાર ન કરવામા આવે તો લાંબાગાળે બ્લડ કેન્સર થતુ હોય છે. નવસારીના પ્રકાશ પટેલ કે જેઓ એક સામાન્ય રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમની કંપની મહેન્દ્ર બ્રધર્સ દ્વારા રકત સ્ટેમસેલ દાન અર્થે લોકજાગૃતિનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યકમમાં ચેન્નઈની દાત્રી સંસ્થા સ્ટેમસેલ ડોનેશન કેમ્પ દ્વારા 150 જેટલા રત્નકલાકારોએ પોતાની નોંધણી કરાવી હતી. જેમાં લાખ લોકોની તપાસણી બાદ એક વ્યક્તિ સાથે સ્ટેમસેલ મેચ થતાં નવસારીના પ્રકાશ પટેલના સ્ટેમસેલ મુંબઈની 10 વર્ષની બાળા સાથે મેચ થયા બાદ બાળાને સ્ટેમસેલ આપતા બાળાનો જીવ બચી ગયો છે. ખર્ચાળ ગણાતી સ્ટેમસેલ ડોનેશનની પદ્ધતિમાં દર્દીની જીંદગી બચાવી શકાય છે પરંતુ લોકોમા જાગૃતિ મહત્ત્વની બની ગઈ છે.

લોહીના સ્ટેમસેલનું દાન ગર્વની વાત
સ્ટેમસેલનું દાન આપનાર પ્રકાશ પટેલે જણાવ્યુ હતુ કે, અમારી કંપનીમાં એનજીઓ દ્વારા રખાયો હતો. જેમા મારા સ્ટેમસેલ એક બાળકી સાથે મેચ થયા હતા અને આપ્યા બાદ બાળાનો જીવ બચી ગયો છે જે મારા માટે ગર્વની વાત છે.

સ્ટેમસેલ આપવાની પ્રકિયા ખૂબ સરળ
પેથોલોજીસ્ટ ડો. મનોજ કહારે જણાવ્યુ હતુ કે, એપ્લાસ્ટીક એનિમિયામા દર્દીને રક્તકણો, ત્રાકકણો અને શ્વેતકણો બહારથી આપવામાં આવતા હોય છે, જે સરળ પ્રક્રિયા છે. આ બાબતે લોકોમા જાગૃતિ આવે તો દર્દીઓના જીવ બચી શકે છે.

X
સ્ટેમસેલનું દાન આપનાર પ્રકાશ પટેલ અને પેથોલોજીસ્ટ ડો. મનોજ કહારસ્ટેમસેલનું દાન આપનાર પ્રકાશ પટેલ અને પેથોલોજીસ્ટ ડો. મનોજ કહાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી