તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુબઈથી પરત ફરેલા યુવકને શંકાસ્પદ કોરોના વાઈરસ લઈને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો, રિપોર્ટ નેગેટીવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં કોરોના વાઈરસને લઈને સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ ઉભા કરાયો છે - Divya Bhaskar
નવસારીમાં કોરોના વાઈરસને લઈને સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ ઉભા કરાયો છે
  • નવસારી જિલ્લામાં કોરોના વાઈરસનો પહેલો શંકાસ્પદ કેસ હતો
  • શંકાસ્પદ કેસને લઈને સિવિલ હોસ્પિટલ તંત્રની પોલીસ ખુલી ગઈ

નવસારીઃ નવી સિવિલ ખાતે ગણદેવીના દુબઇથી પરત  ફરેલા એક વ્યક્તિને તાવ અને શરદી ખાંસી થતા બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જોકે તે બાદ તેને કોરોના વાઈરસ હોવાની શંકાના પગલે નવસારીની નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસ તેને દેખરેખમાં રાખવામાં આવ્યો હતો. આઇસોલેશન વોર્ડના મેલ વોર્ડમાં તેની સતત ચકાસણી કર્યા બાદ કોરોનાનો નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો.

સિવિલ તંત્ર ઊંઘતું ઝડપાયું
દેશભરમાં અચાનક કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ નવસારીની સિવિલ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે આગોતરી તૈયારી કરી હોવાની વાતો કરતું સિવિલ તંત્રની પોલ શંકાસ્પદ કોરોના વાઈરસના દર્દીના દાખલ થયા બાદ ખુલી ગઈ હતી. શંકાસ્પદ દર્દી જેવો દાખલ થાય કે તરત જ તેને તકેદારીના ભાગરૂપે કિટ પહેરાવવાની હોય છે તેમજ તેનો ઈલાજ કરતા ડોક્ટર, વોર્ડ બોય, નર્સને પણ આ કિટ પહેરવી ફરજીયાત હોય છે, પરંતુ સિવિલ તંત્ર દ્વારા આગોતરી તૈયારી થઇ ન હોવાની વાતો પણ સિવિલમાં કામ કરતા કર્મચારીઓના મુખે સંભળાઈ રહી છે. મળતી માહિતી મુજબ ક્યારેક ક્યારેક જ દર્શન આપતા સિવિલ સર્જન મેડમની ગેરહાજરીના કારણે આ કિટ મંગાવવામાં મોડું થયું હતું. સિવિલ સર્જન મેડમની સહી વગર આ કિટ મંગાવી શકાય તેમ ન હતું. બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાના શંકાસ્પદ દર્દીના આવ્યા બાદ આ કિટ તાત્કાલિક મંગાવવામાં આવી હતી. 

ગોળીગઢના મેળામાં ફરીને આવ્યા બાદ તબિયત બગડી 
દાખલ દર્દીએ જણાવ્યું હતું કે, 10 વર્ષ થી પણ વધુ સમયથી હું દુબઈમાં ડ્રાઈવર અને ઈલેક્ટ્રીશિયન તરીકે ત્યાંની ખાનગી કંપનીમાં કામ કરું છું. હોળીનો તહેવાર હોવાથી પરિવારને મળવા માટે હું ગામ આવ્યો હતો. જ્યાં ગોળીગઢના મેળામાં અમે ફરવા ગયા હતા. જ્યાંથી પરત ફર્યા બાદ મને અચાનક તબિયત બગડી હતી અને મારા પરિવારે મને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને પછી મને અહીં સિવિલમાં લાવ્યા હતા. 2 દિવસ મારી તપાસ બાદ હવે મને સારું છે.

બધા રિપોર્ટ નેગેટીવ આવ્યા
દર્દીના પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિની તબિયત અચાનક બગડી જતા અમે તરત જ બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોકટરોએ કોરોના વાઈરસ હોવાની વાત કરતા અમે ગભરાઈ ગયા હતા. બે દિવસ અહીં સિવિલમાં દાખલ રાખ્યા હતા. જોકે હવે મારા પતિની તબિયત સારી છે અને એમના રિપોર્ટ બધા જ નેગેટીવ આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો