નવસારી / કુરેલનાં પોલ્ટ્રીફાર્મમાંથી દીપડો બે દિવસમાં 17 મરઘા ખાઈ ગયો

Navsari News- leopard attack on hen poultry farm, killed 17 hen in two days

  • રાત્રે મરઘા નિરાંતે બેસી જાળીમાંથી ડોકા બહાર કાઢે ત્યારે જ ડોકા ખાઈ ગયો હતો
  • શુક્રવારે 6 અને શનિવારે 11 મરઘીના ડોકા ઝાપટી નીચેના ધડ છોડી ગયો
  • પોલ્ટ્રીફાર્મ નજીક દીપડાના પંજા અને મરઘાનો શિકાર કરી જતાં પાંજરુ મૂકવામાં આવ્યું

Divyabhaskar.com

Jun 18, 2019, 12:13 AM IST

નવસારી: નવસારી તાલુકાના કુરેલ ગામના પોલ્ટ્રીફાર્મમાંથી બે દિવસમાં દીપડો 17 મરઘાના ડોકા ઓહિયા કરી ગયો હતો. જાળીમાંથી રાત્રે ડોકા બહાર કાઢેલી મરઘીના ડોકા જ ખાઈ ગયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર નવસારી તાલુકાના કુરેલ ગામે ચારેક દિવસ અગાઉ સાંજે ટેમ્પો લઈ જઈ રહેલા ડ્રાઈવરે ગામના ઉપસરપંચ મિનેશ પટેલની વાડીમાં બે દીપડાને જોતા વન વિભાગે બે પાંજરા ગામમાં મુક્યા જ છે. આ દરમિયાન શુક્રવારે એક દીપડો વચ્છરવાડના નિવાસી રાજેન્દ્રસિંહ ઠાકોરના કુરેલ સ્થિત પોલ્ટ્રીફાર્મમાં રાત્રે ઘુસી ગયો હતો. સામાન્યત: રાત્રે મરઘા જાળીમાંથી ડોકા બહાર કાઢી બેસેલ હોય ત્યારે 6 મરઘાના ડોકા એક પછી એક ખાઈ ગયો હતો.

મરઘાના ધડનો ભાગ જાળીમાં છોડી ગયો: ધડનો ભાગ પીંજરામાં હોય ખાઈ શક્યો ન હતો. શુક્રવારના બીજા દિવસ શનિવારે પણ દીપડો પોલ્ટ્રીફાર્મમાં ઘૂસી ગયો હતો અને આ દિવસે તો 11 મરઘાના ડોકા ખાઈ ગયો હતો. બે દિવસમાં 17 મરઘાના ડોકા ખાઈ મૃત મરઘાના ધડનો ભાગ જાળીમાં છોડી ગયો હતો. પોલ્ટ્રીફાર્મ નજીક દીપડાના પગલાં જોવા મળ્યા હતા.

લોકોમાં ભય: કુરેલ ગામના પોલ્ટ્રીફાર્મ નજીકની વાડીમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યે એક મજૂરે દીપડો પણ જોયો હતો. બે દિવસમાં 17 મરઘા દીપડો ખાઈ ગયો હતો. મરઘા ઉપર હુમલાથી કુરેલ-વચ્છરવાડમાં લોકોમાં ભય વ્યાપી ગયો છે. આ અગાઉ પણ આ વિસ્તારમાં દીપડા દેખાયા હતા. ઉપરાંત આ જ પોલ્ટ્રી ફાર્મમાંથી દીપડો મરઘાના શિકાર પણ કરી ગયો હતો. હાલ તો પોલ્ટ્રીફાર્મમાં મરઘાના સ્ટેન્ડમાં ચારે બાજુ જાળી લગાવી દેવામાં આવી છે.

ભૂતકાળમાં પણ મરઘા ખાઈ ગયો હતો: નવસારી નજીક આવેલા કુરેલ ગામના પોલ્ટ્રીફાર્મમાં મરઘા ઉપર દીપડાના હુમલાની આ પ્રથમ ઘટના નથી. આજથી 8-10 વર્ષ અગાઉ પણ દીપડો આ જ પોલ્ટ્રીફાર્મમાં આવી 6 મરઘા ખાઈ ગયો હતો ત્યારબાદ પણ ફાર્મ નજીક તો આવ્યો હતો પરંતુ મરઘા ખાવામાં સફળતા મળી ન હતી.હાલ ફરી દીપડો દેખાયો છે.

દીપડો 10 ફૂટની છલાંગ મારી જાળીમાંથી ડોકા કાઢી ખાઇ ગયો: આમ તો રાજેન્દ્રસિંહના પોલ્ટ્રીફાર્મમાં મરઘા 10 ફૂટની ઉંચાઈએ રખાય છે. આમ છતાં દીપડો મરઘાના અઘાર (મળ)ના ઢગલા ઉપર ચઢી છલાંગ મારી બહાર રાખેલ ડોકા ખાઈ ગયો હતો. શનિવારે તો જાળી રખાઈ હતી છતાં ખુલ્લી જગ્યામાંથી ઘુસી ગયો હતો.

ફાર્મને બધી બાજુથી 'પેક' કરાયું: દીપડાને ઝબ્બે કરવા પોલ્ટ્રીફાર્મ નજીક જ વન વિભાગે વધુ એક પાંજરુ કુરેલમાં મુક્યું છે. આ ઉપરાંત મરઘાને ફાર્મને જાળી સહિત બધી બાજુથી 'પેક' કરી દીધુ છે. રવિવારે રાત્રે દીપડો પક્ષી ખાઈ શક્યો ન હતો- રાજેન્દ્રસિંહ ઠાકોર, પોલ્ટ્રીફાર્મ માલિક, કુરેલ

X
Navsari News- leopard attack on hen poultry farm, killed 17 hen in two days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી