તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃ ગણદેવી તાલુકાના અજરાઈ ગામે રહેતા બે બાળકોના પિતાએ પાંચ માસ અગાઉ પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા પત્ની છોડી પિયર ચાલી જતાં તેના વિરહમાં માનસિક તણાવમાં રહેતા પતિએ ઘરમાં પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેથી બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવવાનો વારો આવ્યો છે. ગણદેવી પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખટરાગ થતાં પત્ની પિયર જતી રહી
અજરાઈ ગામે વિધવા માતા સાથે રહેતા વિજય ચમનભાઈ હળપતિ (30, રહે. અજરાઈ ડુંગરી ફળિયા, તા. ગણદેવી)નાં 9 વર્ષ અગાઉ લગ્ન થયાં હતાં. તેમને લગ્નજીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા હતા. દરમિયાન 5 -6 માસ અગાઉ વિજય અને પત્ની વચ્ચે ખટરાગ થતાં પત્ની પિયર જતી રહી હતી. પત્ની પિયર જતી રહેતાં વિજય માનસિક તણાવમાં રહેતો હતો.ગત રોજ વિજય તેની માતા સાથે શેરડીની ખેતીની મજૂરી કામે ગયો હતો. જ્યાંથી તેઓ પરત ફરી ઘરે આવ્યા હતા અને જમી પરવારીને માતા ઘરની બહાર આવી હતી. બાળકો પણ ઘર બહાર જ રમતા હતા. વિજય ઘરમાં એકલો હતો તેણે ઘરનું બારણું અંદરથી બંધ કરી દીધું હતું અને પંખા સાથે સાડીનો છેડો બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
દીકરાને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં માતા હેબતાઈ ગઈ
ઘણો સમય વિતી જવા છતાં વિજય બહાર નહી આવતા માતાએ દરવાજો ખટખટાવ્યો હતો. જોકે, અંદરથી કોઈ જવાબ નહીં મળતાં તેમણે જોરથી દરવાજાને લાત મારી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરતાં તેમના પગતળેથી જમીન સરકી ગઈ હતી. જુવાનજોધ દીકરાને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં માતા હેબતાઈ ગઈ હતી. તેણે બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. અજરાઈ ગામના આગેવાન રાકેશભાઈ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે પોલીસને જાણ કરી તુરંત વિજયને નીચે ઉતારી ગણદેવી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પત્નીના વિરહમાં માનસિક હતાશ થયેલા વિજયે અચાનક અવિચારી પગલું ભરી લેતા તેના બાળકોના માથેથી પિતાનું છત્ર છીનવાઈ ગયું હતું. ગણદેવી પોલીસે ઘટના અંગે અકસ્માત મોત નોંધી ગણદેવી પોલીસ આગળની વધુ તપાસ કરી રહ્યા છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.