ક્રાઇમ / નવસારીમાં પોલીસ ચોકીની પાસે 60 લાખના હીરાની લૂંટ

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

  • નવસારીના સાંઢકૂવા વિસ્તારની ઘટના
  • બાઈક અથડાવી ઝપાઝપી કરી લૂંટ કરી

Divyabhaskar.com

Jan 22, 2020, 06:38 AM IST

નવસારી: નવસારીમાં સાંઢકૂવા વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી નજીક ચૌમુખી જૈન દેરાસર પાસેથી પસાર થઈ રહેલા હિરાના વેપારી સુરેશ નેમીચંદ શાહની મોપેડમાં બાઈક અથડાવી ઝપાઝપી કરી અંદાજીત 60 લાખથી વધુની કિંમતના પોલકી અને રફ હિરાની બેગ લૂંટ કરી બાઈક ઉપર ત્રણ લૂંટારૂઓ ફરાર થઈ જતા નવસારીમાં સનસનાટી મચી ગઈ હતી. સુરેશભાઈ શાહને પગમાં ઘૂંટણના ભાગે ઈજા પહોંચી હતી.

મોડી સાંજે બનેલી આ ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઠેર ઠેર નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈ રેંજ આઈજી રાજકુમાર પાંડિયન પણ મોડી સાંજે નવસારી ધસી આવ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા 60 લાખના હિરાની લૂંટ થઈ હોવાનું જણાવાય રહ્યું છે પરંતુ વેપારીઓમાં દોઢથી 2 કરોડના હિરાનો માલ હોવાની ચર્ચા ચાલી રહી છે.

X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી