તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂન્સીકુઈ, દૂધિયા તળાવ છાપરા રોડ સહિતના વિસ્તારમાં એક જ રાતમાં 15 દુકાનોના તાળા તૂટ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દુકાનોના શટર વચ્ચેથી ઊંચા કરવા સહિત તાળા તોડીને તસ્કરોએ ચોરી કરી હતી. - Divya Bhaskar
દુકાનોના શટર વચ્ચેથી ઊંચા કરવા સહિત તાળા તોડીને તસ્કરોએ ચોરી કરી હતી.
 • તસ્કરોએ શટર વચ્ચેથી ઊંચા કરીને ચોરી કરી
 • પોલીસ કામગીરી પર લોકોએ સવાલ ઉઠાવ્યાં

નવસારીઃશહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરીને તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. એક જ રાતમાં નવસારીમાંથી 15 દુકાનોના શટર તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. હોટલથી લઈને ઓઈલ અને ગેસ સહિતની દુકાનમાં થયેલી ચોરીને લઈને સમગ્ર વિસ્તારમાં પોલીસ કામગીરી પર સવાલો લોકોએ ઉભા કર્યાં છે.

તસ્કરો સીસીટીવીમાં કેદ 
નવસારી શહેરમા આવેલ લૂન્સીકુઈ વિસ્તારના સૃષ્ટિ એપાર્ટમેન્ટની દુકાનોમાં તથા દુધિયા તળાવ સહિત છાપરા રોડ ખાતે એક સાથે 15થી વધુ દુકાનોની શટરોના તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી. રાત્રિ દરમ્યાન પોલીસની કામગીરી પર સવાલો ઉભા થવા પામ્યા છે.રાત્રિના લગભગ અઢી વાગ્યા આસપાસ ચોરી કરતાં તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતાં. જેમાં તસ્કરો દુકાનોના શટર વચ્ચેથી ઊંચા કરે છે એ દરમિયાન કોઈ આવતું દેખાતા થોડીવાર માટે નાસી જાય છે અને ફરી દુકાનમાં પ્રવેશી ચોરી કરી છે. એક જ રાતમાં થયેલી સવા ડઝન ચોરીના પગલે પોલીસ પેટ્રોલિંગ પર લોકોએ સવાલો ઉઠાવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો