તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદામાં ડુંગર પર આવેલા રવાણીય ગામમાં 108ની ટીમે મહિલાની પ્રસુતિ કરાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રસુતાના ઘરેથી લગભગ 100 મીટરમાં જ સગર્ભાની હાલત બગડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બાજુ પર ઉભી રાખી પ્રસુતિ કરાવી - Divya Bhaskar
પ્રસુતાના ઘરેથી લગભગ 100 મીટરમાં જ સગર્ભાની હાલત બગડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બાજુ પર ઉભી રાખી પ્રસુતિ કરાવી
  • 18 કિલોમીટરનો રન 35થી 40 મિનિટમાં કાપી 108માં જ પ્રસુતિ કરાવી
  • નેટવર્ક પણ પકડાતું ન હતું જેને લઈ તેઓ કોઈને સંપર્ક કરી પણ શક્યા ન હતા

સુરતઃ વાંસદાના રવાણીય ગામની પ્રસુતાને ગામથી 100 મીટરના અંતરે 108ની EMT એ એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે. ત્યારબાદ માતા અને 2.8 કિલો સાથે જન્મેલા નવજાત બાળકને તાત્કાલિક નજીકના સરકારી દવાખાને લઈ જવાતા ફરજ પર ના હાજર ડોક્ટરોએ પણ 108ની મહિલા કર્મચારીની કામગીરીના વખાણ કર્યા છે. પ્રસુતા જયાબેન રઘેને બીજી પ્રસુતિમાં પણ પુત્રએ જન્મ લેતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પ્રસુતિની પીડાનો કોલ મળ્યા બાદ વાંસદા લોકેશનની 108 એમ્બ્યુલસે ડુંગર પર આવેલા રવાણીય ગામ સુધીનો 18 કિલોમીટરનો રન 35થી 40 મિનિટમાં કાપી સગર્ભાની એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી હતી.

પ્રસુતા પ્રસુતિની પીડાથી તડપતા હતા
સેજલ પટેલ (EMT 108, વાંસદા) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ સવા આઠ વાગ્યાનો હતો. પ્રસુતિની પીડા હોવાનું જાણવા મળતા જ તેઓ તાત્કાલિક પાઇલોટ રાજેશ પટેલ સાથે 108 એમ્બ્યુલન્સ લઈ 18 કિલોમીટરનું અંતર માત્ર 35થી 40 મિનિટમાં કાપી ડુંગર પર આવેલા રવાણીય ગામ ડુંગરી ફળિયામાં પહોંચી ગયા હતા. જ્યાં એક પ્રસુતા જયાબેન રઘે પ્રસુતિની પીડાથી તડપતી હતી જેને સ્ટેચર પર લઈ ડુંગર નીચે આવેલા અંકલાછ CHC પર લઈ જવા નીકળ્યા હતા. 

ઉપરી અધિકારીઓએ પણ કામગીરીના વખાણ કર્યા
પ્રસુતાના ઘરેથી લગભગ 100 મીટરમાં જ સગર્ભાની હાલત બગડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બાજુ પર ઉભી રાખી પાઈલોટની મદદથી જયાબેનને નોર્મલ પ્રસુતિ કરાવવામાં સફળ થયા હતા. નવાઈની વાત તો એ હતી કે, આ વિસ્તારમાં નેટવર્ક પણ પકડાતું ન હતું જેને લઈ તેઓ કોઈને સંપર્ક કરી પણ શક્યા ન હતા. જોકે, પ્રસુતિ બાદ બાળક અને માતાને લઈ હોસ્પિટલ જતા ડોક્ટરો પણ ખુશ થઈ ગયા હતા. આ બાબતે ઉત્સાહિત કરી ગુડ જોબનું બિરુદ આપ્યું હતું. ત્યારબાદ ERCP કરાવવા હેડ ઓફીસ ફોન કરતા ઉપરી અધિકારીઓએ પણ કામગીરીના વખાણ કર્યા હતા. જયાબેનને આ બીજી પ્રસુતિ હતી અને બાળકનું વજન 2.8 કિલો નોંધાયું છે જેને લઈ હેલ્ધી બેબી કહીં શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો