તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભ્યાસ/ ગોધરા જીલ્લા શહેરામાં 2018માં 1870 બાળકોએ ચાલુ અભ્યાસે શાળા છોડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભણતર અધવચ્ચે છોડવાનો સિલસિલો યથાવત
  • શિક્ષણના પ્રચાર પ્રસાર માટેના રાજય સરકારના નીતનવા ફંડાઓ
  • 11 થી 18 વર્ષના બાળકોમાં સૌથી વધારે અભ્યાસ છોડ્યો

શહેરા: રાજય સરકારની આંખ ઉઘાડતો કિસ્સો શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને શિક્ષણના પ્રચાર પ્રસાર માટેના રાજય સરકારના નિતનવા ફંડાઓ સર્વ શિક્ષણ અભિયાન થકી વિવિધ કાર્યક્રમો પરંતુ શહેરા તાલુકામાં કંઇક અલગ જ ચહેરો ઉપસી આવ્યો છે. જેમાં વર્ષ 2018માં 1870 જેટલા બાળકોએ ચાલુ અભ્યાસ દરમિયાન શાળા છોડવી પડી છે. બીઆરસી તેમજ સીઆરસી કક્ષાની ટુકડીઓ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. જેમાં શાળા છોડવા માટેનું કારણ છે તેમાં મુખ્યત્વે બે મુદ્દા સૌથી વધારે ધ્યાનાકર્ષક સપાટી પર આવ્યા. સૌપ્રથમ શાળા છોડવા માટેના કારણમાં સ્થળાંતર (હિજરત) કરવુ રોજીરોટી માટે જેના માટે આખુ કુટુંબ પેટની આગને ઠારવા માટે અને આર્થિક રીતે ઉન્નત થવા માટે સ્થળાંતર કરેછે. આ કારણે અભ્યાસ છોડવો પડે છે તો અન્ય એક સર્વેમાં બાળકોને ગણવેશ, ચપ્પલ, નોટબુક, પેન મળતા ન હોવાના કારણે શાળાભ્યાસ ચાલુમાં છોડે છે.

 

અનુસુચિત જાતિના 45, અનુ. જનજાતિના 708, મુસ્લીમ સમાજના 38 અને અન્ય 987 બાળકોએ અધૂરો અભ્યાસ રાખ્યો

 

 

નોંધનિય છેકે 11 થી 18 વર્ષના બાળકોમાં સૌથી વધારે અભ્યાસ છોડયો હોય તો તેમાં અનુસુચિત જાતિના 45, અનુસુચિત જનજાતિના 708, મુસ્લીમ સમાજના 38, અને અન્યના 987 જેટલા બાળકોએ અધૂરો અભ્યાસ રાખ્યો છે. ઉલ્લેખનિય છે કે એક તરફ રાજય સરકાર તેઓના નેતાઓ દ્વારા રાજયમાં આટલી રોજગારીની તકો ઉભી કરી આટલા લોકો રોજગારી મેળવે છે તે ભ્રામક સાબિત થતુ ફલિત થાય છે. વિકાસ અને રોજગાર જો સાચા અર્થમાં થયો હોય તો ગામડાના માણસોને પોતાના પરિવારના ગુજરાન માટે સ્થળાંતર (હિજરત) કેમ કરવુ પડે. આમ રાજય સરકારનો ફલિત હથેળીમાં ચાંદ દેખાડવાનું જ કામ કરે છે. પરંતુ આવા બાળકોના ભવિષ્યનું શું, તેઓ માટે કોઇ અલાયદુ આયોજન થશે કે કેમ જોવાનું રહ્યું. 

1) સર્વેમાં રોજીરોટીના અભાવે અભ્યાસ અધૂરો છોડવાની મજબુરી

અધૂરો અભ્યાસ છોડનાર બાળકોને બાળમિત્ર, બાળસખા તેમજ ખાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના ગામોમાં શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે. જેના થકી આંકડો સુધારી શકાય. જોકે રોજગારી સ્થાનિક કક્ષાએ મળી રહે તો સ્થળાંતર કરતા કુટુંબોની સંખ્યા ઘટી થાય તેવા પ્રયત્ન કરવા જોઇએ. - ડો.કલ્પેશ પરમાર, બીઆરસી કો.ઓ.શહેરા

શિક્ષકોના સર્વેમાં શાળાએ ન આવતા બાળકોમાં ગણવેશ, ચપ્પલ, પેન નોટબુક ન હોવાથી અભ્યાસ છોડયાનું સપાટી પર આવ્યુ છે.- ગોવિંદ ભોઇ, સીઆરસી કો.ઓ. નવીવાડી

અન્ય સમાચારો પણ છે...