તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં જાનુ... જાનુ... કહી છેડતી કરનાર PSIએ નશામાં કૂદકો મારતાં ફ્રેક્ચર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અને લોકોનો રોષ જોઈ PSIએ પહેલાં માળેથી છલાંગ લગાવી
  • સાથીદાર ભાગી છૂટવામાં સફળ: PSI વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ
ગોધરા: ગોધરાના હેડ કવાટર્સ કૈદી પાર્ટીમાં ફરજ બજાવતો PSI વી.બી.વસાવા તેના સાથીદાર સાથે સર્કીટ હાઉસમાં રોકાયો હતો.આ સર્કીટ હાઉસનો રૂમ મામલતદાર કચેરી બાજુ હતો. રૂમમાં PSI વસાવા અને તેનો સાથીદાર દારુ પીને છાકટા બન્યા હતા. નશામાં ચૂર બનેલા PSI વી.બી.વસાવા અને સાથીદારે ઓસરીના ભાગે ઉભા રહીને મામલતદાર કચેરીમાં આવતી મહિલા અરજદારને ઓ જાનુ કહીને છેડતી કરતાં મહિલા છંછેડાઇ હતી. મહિલા ઉપર જઇને ઉગ્ર બોલાચાલી કરતાં ટોળાં વળ્યા હતા. લોકટોળા દેખીને PSI વસાવા અને તેનો સાથીદારે પ્રથમ મજલેથી કુદકો માર્યો હતો. મિત્ર ભાગી જવામાં સફળ રહ્યો હતો. જયારે PSIનો પગ તુટી ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...