તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરા પાસે જાનૈયા ભરીને જઇ રહેલુ ટ્રેક્ટર પલટી જતા 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા મોરવા રોડ પર ટ્રેક્ટર પલટી ખાતા 60થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને શહેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

ફસાયેલા લોકોને સ્થાનિકોએ બહાક કાઢ્યા
લુણવાડા નજીક આવેલા સિગ્નલી અને શિવરાજપુર ગામના લોકો લગ્ન પ્રંસગે રેણા મોરવા ગામમાં જઇ રહ્યા હતા. આ સમયે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઇ ગયું હતું. જેથી તુરંત જ આસપાસના સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા. અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને  108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...