તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડીના ઘટાશા ગામે ભર શિયાળે ઓટલા પર અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબુર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટાશા પ્રાથમિક શાળા - Divya Bhaskar
ઘટાશા પ્રાથમિક શાળા
  •  ધો 3, 4ના 38 વિદ્યાર્થીઓ ઓટલા પર બેસાડી અભ્યાસ કરાવે છે
  • 1978માં બનેલ શાળાના 40 વર્ષે ઓરડા મંજૂર નથી થયા
નસવાડીઃ તાલુકામાં 247 પ્રાથમિક શાળાઓ આવેલ છે. જેમાંની ઘટાશા પ્રાથિમક ઓરડામાં શાળાના કુલ 77 વિદ્યાર્થીઓ હોય કઈ રીતે બેસાડવા જેને લઈ ઠંડી હોવા છતાં બાળકોના અભ્યાસ માટે શિક્ષકો કડકડતી ઠંડી હોવા છતાં બહાર બેસે છે અને અભ્યાસ કરાવે છે.  ધો 1થી 5ની શાળામાં 77ની સંખ્યા છે. જે શાળામાં હાલ ભર શિયાળે ધો 3 અને 4ના 38 બાળકોને શિક્ષકો ઓટલા પર બેસાડી અભ્યાસ કરાવવા માટે મજબૂર બન્યાં છે. ઘટાશા પ્રાથમિક શાળાના ઓરડા બાબતનો દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો, ત્યારબાદ ચાર માસ સુધી મૂકી રાખેલ ઓરડા તોડવાનો ઓર્ડર આચાર્યને અપાયો હતો. 4-5-18નો શાળાના ઓરડા તોડી પાડવાનો ઓર્ડર અપાયો છે. પરંતુ સાત માસ વીતી ગયા છતાં ઓરડા બનાવવાની કામગીરી શરૂ કરાઈ નથી. 

1) ઓરડા તોડવાની મંજુરી જિલ્લા કક્ષાએથી અપાય તો જાય છે પરંતુ શાળાના ઓરડા કયારે બનશે તે નક્કી હોતું નથી

સાત માસથી ઓરડા તોડવાની મંજૂરી આપી છે પણ નવા ઓરડા બાબતે ટીઆરપીને પૂછ્યું હતું તો કહ્યું એકદમ ઓરડા તોડતા નહીં હાલ ટેન્ડરની કામગીરી ચાલુ છે. જેને લઈ વિદ્યાર્થીઓને બહાર ઓટલા પર બેસાડી અભ્યાસ કરાવીએ છે. 1978ની શાળા છે 40 વર્ષ થયે જુના ઓરડા છે. - ભાનુભાઈ રાઠવા, આચાર્ય પ્રાથમિક શાળા, ઘટાશા

ઘટાશા શાળાનું ટેન્ડર કામગીરી હેઠળ છે મંજુર થયે ઓરડાનું કામ શરૂ કરાશે. - મિલન પાર્ટ ટીઆરપી નસવાડી