તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાનમાં અકસ્માતમાં મોતને ભેટેલા 5 પૈકી દંપતિની એક સાથે અંતિમ યાત્રા નીકળી, સુરેલી ગામમાં માતમ છવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલઃ રાજસ્થાનના બાડમેર નજીક રવિવારે ગોધરાની ઇકો વાન અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં વાનમાં બેઠેલા 5 યાત્રાળુઓના મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. યાત્રાળુઓ રણુજાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાલોલના સુરેલી ગામે દંપતિની મંગળવારે એક સાથે અર્થી ઉઠતા ગામ હિબકે ચઢ્યુ હતુ. ખોબલા જેવડા ગામમાં માતમ છવાયો હતો. 

પીએમ કર્યાં બાદ અંતિમ વિધિ કરાઇ
સુરેલીના રહેવાસી જયેશકુમાર ઈશ્વરભાઇ પરમાર તેમની પત્ની ભાવનાબેન જયેશકુમાર પરમાર, સાસુ રમીલાબેન ગોવિંદભાઈ તથા ગોધરાના સોલંકી તખતસિંહ(રહે.ચાંચપુર), નિલેશ સોલંકી (રહે.રતનપુર) અકસ્માતમાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે જયેશભાઈના સસરા ગોવિંદભાઈ તેમજ તેમનો પુત્ર નિખિલ રહે. વડોદરા જિલ્લાના આનંદીના મુવાડા તેમજ જયદીપભાઇ વડોદરાના ઈજાગ્રસ્ત થતા વધુ સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી પાંચેય મૃતદેહોના પીએમ કર્યા બાદ તમામના માદરે વતન અંતિમવિધિ માટે લાવવામાં આવ્યા હતા. જેમા મંગળવારે કાલોલના સુરેલી ગામે દંપતિની એક સાથે અર્થી ઉઠતા ગામ હિબકે ચઢ્યુ હતુ. 

અન્ય સમાચારો પણ છે...