તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતનો વાઘ MP નહીં મોકલાય, તે મહિસાગરમાં જ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાઘને પકડવા સાસણગીરથી પાજરુ તૈયારીના ભાગરૂપે લાવ્યા- DCF
  • વન વિભાગે મહિસાગર અને પંચમહાલના જંગલમાં વાઘ હોવાની પુષ્ટી કરી હતી
  • વનવિભાગે લોકોને જંગલ વિસ્તારમાં જવામાં પર પ્રતિબંધ મુક્યો

ગોધરા: મહિસાગર અને પંચમહાલની બોર્ડર વિસ્તારના જંગલના રસ્તા પર શિક્ષકે વાઘની તસ્વીર લીધા બાદ વન અધિકારીઓ દ્વારા મેગા સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. મહિસાગરના ડીસીએફ આર.એમ પરમારે જણાવ્યું હતું કે મહિસાગરના વાઘને મઘ્યપ્રદેશ નહી મોકલાય તે અહીંયા જ રહેશે.
વાઘને મધ્યપ્રદેશ મોકલવો નથી: સાસણગીરથી પાજરુ પૂર્વ તૈયારીના ભાગરૂપ લાવ્યા છે. વાઘને કોઈ કારણથી ઈજા થાય કે હિસક બની જાય તો સારવાર કરવા પૂર્વ તૈયારી માટે પાજરુ મંગાવ્યું છે. વાઘને મઘ્યપ્રદેશ મોકલવાનો નથી, વાઘ અહીંના જ જગલ માં રહેશે- આર.એમ.પરમાર, મહિસાગર, ડીસીએફ
જંગલ વિસ્તારમાં લોકોને જવા મનાઈ: મહિસાગરમાં વાઘની પુષ્ટિ થયા બાદ વાઘ દ્વારા પશુઓના મારણની બે ઘટના સામે આવી છે. વન વિભાગે વાઘની સુરક્ષાને ધ્યાનમાં રાખી જંગલ વિસ્તારમાં સામાન્ય નાગરિકોના આવન જવાન પર તો રોક લગાવી દીધી છે.