તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિસાગરના વાઘનું અંતિમ સંસ્કાર, અન્ય વાઘ શોધવા વનવિભાગ આજે જંગલો ખૂંદશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 150થી વધુ વન કર્મચારીઓ અને 30થી વધુ નાઇટ વિઝન ટ્રેપ કેમેરા લગાવી વાઘની શોધખોળ
  • વનવિભાગ કહેતો હતો કે જંગલમાં એક જ વાઘ હતો જે મરી ગયો છે તો હવે સર્ચ ઓપરેશન કેમ?
  • વાઘના મૃત્યુનું કારણ ફોરેન્સિક અને પેથોલોજીના રિપોર્ટ બાદ જ બહાર આવશે 
લુણાવાડા: મહિસાગરના વાઘના ગઈકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. આજથી મુખ્ય વન સંરક્ષક એસ.કે.શ્રીવાસ્તવના આદેશના પગલે 150થી વધુ વનકર્મીઓ અને 30થી વધુ નાઈટ વિઝન ટ્રેપ કેમરા લગાડી એક વાઘના મોત બાદ અન્ય વાઘની શોધખોળ કરશે.
વધુ વાઘ હોવાની વાત CCFએ સ્વીકારી: છેલ્લા છ માસથી વાઘ નથી નું ગાણું ગાતા વન વિભાગને અચાનક હવે ડહાપણની દાઢ ફૂટી છે હવે મહીસાગરના વન વિસ્તારોમાં 30થી વધુ નાઈટ વિઝન કેમરા અને 150થી વધુ વનકર્મીઓ મહીસાગર જિલ્લાના વન વિસ્તારમાં અન્ય વાઘની શોધખોળમાં ડુંગરાઓ ખૂંદશે. વાઘનું કંતારના જંગલમાં મૃત્યુ થયું છે તેના પોસ્ટમોર્ટમ સમયે ઉપસ્થિત વડોદરા રેન્જના સીસીએફ શ્રીવાસ્તવે આગામી સમયમાં સ્થાનિકોની વધુ વાઘ હોવાની વાતને સ્વીકારી હતી અને આજથી અન્ય વાઘ શોધખોળ અભિયાનને તેજ બનાવશે.
વન વિભાગની બેદરકારી મહીસાગરના વાઘને ભરખી ગઇ: ગુજરાતમા વર્ષો બાદ વાઘ જોવા મળતાં મહીસાગર જિલ્લાવાસીઓ સહિત સમગ્ર રાજ્યના પર્યાવરણપ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. પરંતુ વનવિભાગ અને રાજ્ય સરકારની ઘોર બેદરકારીના પગલે આ ખુશી ક્ષણિક સાબિત થઈ છે લુણાવાડા તાલુકાનાં કંતાર પાસેના જંગલમાં વાઘનો મૃતદેહ મળ્યા બાદ આજરોજ પોસ્ટમોર્ટમ કર્યા બાદ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. વાઘના મૃત્યુના કારણ અંગે અનેક શંકાઓ કુશંકાઓ થઈ રહી હતી. વાઘનું મૃત્યુ અંદાજે ચારેક દિવસ અગાઉ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે વાઘના મૃત્યુનું સાચું કારણ ફોરેન્સિક અને પેથોલોજી લેબોરેટરીના રિપોર્ટ પર આધાર રાખવો પડે તેમ કહી રહ્યા છે.
વનવિભાગે પૂરતી વ્યવસ્થા ન કરતાં વાઘને મરવાનો વારો: મહિસાગરના જંગલમાં 4 મહિના પહેલા વાઘ હોવાની વનવિભાગને જાણ હોવા છતાં તેના ભોજનની પૂરતી વ્યવસ્થા ન કરતાં અંતે વાઘને ભૂખે મરવાનો વારો આવ્યો હોવાનું અનુમાન છે. ન્યૂઝ પોર્ટલ ફસ્ટ પોસ્ટમાં અજય સૂરીએ 22 ફેબ્રુઆરીએ મહિસાગરનું જંગલ વાઘ માટે અનુકૂળ નહિ હોવાનું કહી વાઘ અહિ લાંબો સમય ટકી નહિ શકે તેવો ઇશારો કર્યો હતો. દીપડાંને સાચવવામાં માહેર વનવિભાગ વાઘને બચાવવામાં કાચુ પડ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો