ભરૂચ / યુવાનની અંતિમયાત્રામાં ડેડિયાપાડાનું નાનકડું કાલ્બી ગામ હિબકે ચઢ્યું

youth's funeral held at village of Didiapada

  • વલ્લભ વિદ્યાનગરમાં યુવકે હોસ્ટેલમાં ફાંસો ખાધો હતો

Divyabhaskar.com

Jan 22, 2020, 08:18 AM IST

ભરૂચ: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કાલ્બી ગામના યુવાને વિદ્યાનગર ખાતે આપઘાત કરી લેતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. જુવાનજોધ દીકરો ગુમાવતાં ગામ આખું હીબકે ચઢ્યું હતું. મંગળવારે બપોરે તેના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના નાનકડા કાલ્બી ગામનો વિપુલ મનુભાઇ વસાવા વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં રહી માસ્ટર ડિગ્રી કરી રહ્યો હતો. દરમિયાન અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમમાં પડ્યો હતો. જોકે બાદમાં યુવતીના પરિવારજનોને જાણ થતાં અને યુવતીએ પણ તેની સાથે પ્રેમસંબંધનો અંત આણવાનું કહી દેતાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા 24 વર્ષીય યુવાને હોસ્ટેલનાં રૂમમાં જ આપઘાત કરી લીધો હતો. દેડિયાપાડાના કાલબી ગામે રહેતાં તેના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓના માથે આભ ફાટ્યું હતું. માત્ર 20થી 25 ઘરોના ગામમાં જુવાનજોધ પુત્રના અકાળે મોતથી માતમ છવાયો હતો. મૃતકના પરિવારજનોએ તુરંત વિદ્યાનગર ખાતે દોડી જઈ મૃતદેહનો કબજો લઈ વતન પરત ફર્યા હતા. બીજા દિવસે મૃતક યુવાનના ઘરેથી નીકળેલી અંતિમયાત્રામાં સ્વજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. બપોર બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવતાં ગામ આખું હિબકે ચઢ્યું હતું. તેના મિત્રોએ પણ ભારે હૈયે અંતિમ વિદાય આપી હતી.

X
youth's funeral held at village of Didiapada
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી