ભરૂચમાં કાનમાં હેડફોન ભરાવીને પબજી રમવામાં મગ્ન યુવાન ટ્રેનની નીચે કચડાઈ ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘરેથી કંપનીમાં ઈન્ટરવ્યૂ આપવા માટે નીકળેલા યુવાનનું મોત
  • ટ્રેનના હોર્ન અને લોકોએ બૂમ પાડવા છતાં યુવાનને ખ્યાલ ન આવ્યો

ભરૂચઃ ભરૂચના પગુથણ ગામનો યુવાન ઈલેક્ટ્રીશિયનનું સારું કામ જાણતો હોય પરિવારને મદદરૂપ થવા માટે નોકરીની શોધમાં નીકળ્યો હતો. તેવામાં મોબાઈલમાં પબજી ગેમમાં વ્યસ્ત યુવાનનું ટ્રેનની અડફેટે આવી જતાં કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે ભરૂચ સી-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

હેડફોનને કારણે અવાજ હોર્ન સંભળાયો જ નહીં
ભરૂચ તાલુકાના પગુથણ ગામે રહેતા મુસ્તકિન ફારૂક દિવાન 11 ઓક્ટોબરનાં રોજ પાનોલી ખાતે એક કંપનીમાં નોકરી માટે ઈન્ટર્વ્યુ આપવા અર્થે ઘરેથી સવારે નીકળ્યો હતો. મુસ્તકિન રેલવે ટ્રેકની બાજુમાંથી ચાલી રહ્યો હતો ત્યારે કાનમાં હેડફોન ભેરવીને પબજી ગેમ રમવામાં મસ્ત હતો. દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી સુપરફાસ્ટ ડબલ ડેકર ટ્રેન નજીકમાં આવતાં નજીકમાં ઉભેલા લોકોએ બુમાબુમ કરી હતી. વળી ટ્રેનના ચાલકે પણ અનેક હોર્ન માર્યા હતા. ટ્રેનની અડફેટે આવી જતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

પરિવારને મૃતદેહ પણ નશીબ ન લાગ્યો
બિનવારસી લાશ હોવાથી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાનો હતો. પરંતુ હાલમાં સિવિલ હોસ્પિટલનો કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહનો નિકાલ કર્યો હતો. જેથી પરિવારજનોને દીકરાનો મૃતદેહ પણ નશીબ થયો નહોતો.

અન્ય સમાચારો પણ છે...