ભરૂચ / જે.પી. મોદી પાર્ક રોડ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતાં લોકોમાં દોડધામ મચી

War broke out between two bulls on JP Modi Park Road in bharuch

Divyabhaskar.com

Jan 22, 2020, 03:26 PM IST

ભરૂચઃ ભરૂચમાં અવાર નવાર આખલા યુદ્ધના બનાવો સામે આવે છે, જેના કારણે કેટલાય લોકોના વાહનોને નુકસાન અને મોત પણ નિપજ્યા છે, ત્યારે આજે સવારે જે.બી.મોદી પાર્ક રોડ પર ફરી એક વાર બે આખલાઓ યુદ્ધે ચડતા રોડ પરથી પસાર થનારા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. સ્થાનિકો દ્વારા બંન્ને આખલાને છુટા પડતાં રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.


ઉલ્લેખનીય છે કે, ભરૂચ નગરપાલિકા દ્વારા આવા રખડતાં ઢોરોને પકડી ડબ્બે પુરી તેના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરી કરાય છે, ત્યારબાદ માલિકો દ્વારા ફરીથી ઢોરોને ખુલ્લા મૂકી દેવામાં આવતા તેઓ જાહેર માર્ગો પર અડિંગો જમાવી અને અંદરોઅંદર યુદ્ધ કરતા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે પાલિકા દ્વારા આવા માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

X
War broke out between two bulls on JP Modi Park Road in bharuch
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી