ભરૂચમાં બે કલાકમાં જ પોણા બે ઇંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાની મહેર
  • આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

ભરૂચ: ભરૂચ શહેર જિલ્લામાં શુક્રવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવવા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાભરમાં મેઘરાજાએ ધૂમ મચાવી હતી. જેમાં ભરૂચ શહેરમાં બે જ કલાકમાં પોણા બે ઇન્ચ વરસાદ ખાબક્યો હતો. જોકે અંક્લેશ્વરમાં એક ઇંચ અને વાગરામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
 
ભરૂચ શહેર જિલ્લામાં એક સપ્તાહ ઉપરાંતથી વરસાદે વિરામ લીધો હતો. વરસાદ બંધ રહેતાં એક તરફ પાલિકા તંત્ર ખાડા પુરવામાં જોતરાયું છે. ત્યારે આજે શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભાદરવામાં વૈશાખી વાયરા ફુંકાયાં હતાં. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉતરી આવ્યાં હતાં. જોતજોતામાં સાંજે 5 વાગ્યાના અરસામાં અચાનક આકાશમાંથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આમોદ અને જંબુસરને બાદ કરતાં સાંજના 4થી 6 વાગ્યાના અરસામાં આખા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. જેના પગલે ભરૂચમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દોઢ ઇંચ, જ્યારે અંક્લેશ્વરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ વરસાદે હાજરી આપી હતી.