તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણેથા સરકારી દવાખાનામાં 1 વર્ષથી ના ડૉક્ટર ના 108, 18થી વધુ ગામના લોકો યોગ્ય સારવારથી વંચિત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અધૂરા સ્ટાફના ભરોસે ચાલતું સરકારી દવાખાનું શોભાના ગાંઠિયા સમાન

રાજપારડી: ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા સ્થિત નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક વર્ષથી પણ વધુ સમય વીતી જવા છતાં હજુ કોઈ MBBS ડૉક્ટર સહિત આયુર્વેદિક ડૉક્ટર અને સ્ટાફ નર્સ સહિત અન્ય સ્ટાફની કમી વર્તાય રહી છે. જેમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. સત્વરે અહીં તબીબની નિમણૂંક કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
 
ઝઘડિયાના પાણેથાના સરકારી દવાખાના હેઠળ આવરી લેતા આદિવાસી વિસ્તારના ગામો અશા, પાણેથા, વેલુગામ, ઇન્દોર, વરાછા, નાના વાસણા, મોટા વાસણા, ઢૂંઢા, જરોઈ, બામલ્લા, ફિચવાડા, રાય સિંગપરા, વલી તથા નર્મદા જિલ્લાના ઉમરવા, નવા રજુવાડીયા, જુના રજુવાડીયા, રાજપરા, નાવરા સહીતના અનેક ગામોના લોકો અહીં સારવાર માટે આવતા હોય છે. અહીં આવતા લોકોને ડૉક્ટર સહિતના અન્ય કર્મચારીઓના અભાવે યોગ્ય સારવાર મળતી જ નથી. તેમને ઉમલ્લા અથવા ઝગડીયા, રાજપીપલાના સરકારી અથવા ખાનગી દવાખાનાનો સહારો લેવો પડે છે. બીજી તરફ અંદરના ગામોમાં રોડ રસ્તાના અભાવે 108 જેવી સુવિધા પણ ઉપલબ્ધ નહીં થતાં લોકો આરોગ્યની સુવિધાથી વંચિત રહી ગયા છે. ખાસ કરીને ગગર્ભા મહિલાઓને જીવના જોખમે પરિવારજનો દૂર સુધી સારવાર અર્થે લઈ જવા મજબૂર બન્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો